ન્યાયમૂર્તિઓ અર્થઘટનના નિયમને અનુસરીને એવી ધારણા કરે છે કે વિધાનગૃહ તેના અધિકાર ક્ષેત્રની મર્યાદા ઓળંગે નહીં.આથી કોઇ પણ કાયદો કે તેની જોગવાઇ પ્રસ્થાપિત કરવાનો બોજ વિધાનગૃહના અધિકાર ક્ષેત્રમાં આવતું નથી અને આવો બોજ જે તેના કાયદાને  પડકારે છે.

જો બંધારણીય જોગવાઇનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હોય તો સરકારે આ કાયદો સમર્થક જોગવાઇ હેઠળ હજુ પણ તેનો બચાવ કરી શકાય છે.જસ્ટીસ અરૂણ મિશ્રાનો સુપ્રીમ કોર્ટના જજ તરીકે રેકોર્ડ એવો નિર્દેશ આપે છે કે કેન્દ્ર જ્યારે કોઇ કાયદા પર મંતવ્ય નિર્ધારીત કરે છે ત્યારે તેની સંવૈધાનિકતાના પ્રશ્ન અંગે તેમને વાત ગળે ઉતારવા માટે બહુ જરૂર પડતી નથી કે પ્રયાસ કરવો પડતો નથી. ફેડરેશન ઓફ ઓબ્સ્ટ્રેટીક્સ એન્ડ ગાયનેકોલોજીકલ સોસાયટી ઓફ ઇન્ડિયા (ફોગ્સી) વિરૂદ્ધ ભારતીય સંઘના કેસમાં અરજદારોએ પ્રી કન્સેપ્શન એન્ડ પ્રિ-નેટાલ ડાયગ્નોસ્ટીક ટેકનિક્સ (પ્રોહિબિશન ઓફ સેક્સ સિલેકેશન) એક્ટ (પીએનડીટી) ૧૯૯૪ની કલમ ૨૩ (૧) અને ૨૩ (૨)ની સંવૈધાનિકતાને પડકારી હતી. કલમ-૨૩(૧) એટલા માટે પડકારવામાં આવી હતી કારણકે તેમાં અસ્પષ્ટતા હતી અને કલમ-૨૩(૨)ને પડકારવામાં આવી હતી કારણ કે તેમાં આરોપીને સક્ષમ અદાલત તકસીરવાર ઠરાવે તે પહેલા આરોપીએ અપરાધ કર્યો છે એવું ધારી લેવામાં આવે છે અને એ રીતે બંધારણના અનુચ્છેદ ૨૧ હેઠળ બક્ષવામાં આવેલ સ્વતંત્રતાના મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન          થાય છે.

ન્યાયમૂર્તિ અરૂણ મિશ્રાના વડપણ હેઠળની બેંચે ઠરાવ્યું હતું કે જોગવાઇનો દુરૂપયોગ અથવા તેના દુરૂપયોગની શક્યતા એ તેને ગેરબંધારણીય જાહેર કરવા માટેનો આધાર નથી. જો કાયદાની જોગવાઇનો દુરૂપયોગ કે ગેરઉપયોગ થાય તો વિધાનગૃહે તેમાં સુધારો કરવો જોઇએ અથવા તેને રદ કરવી જોઇએ.એ જ રીતે પાંડુરંગ ગણપતિ ચૌગુલે વિરૂદ્ધ વિશ્વાસ રાવ પાટીલ મુરગુદ સહકારી બેંક લિમિટેડના કેસમાં ન્યાયમૂર્તિ અરૂણ મિશ્રાના વડપણ હેઠળની બંધારણી બેંચે સરફેસી એક્ટ સહકારી બેંકોને લાગુ કરવા સામે જે પડકાર ફેંકવામાં આવ્યો હતો તે ફગાવી દીધો હતો. બેંચે એવું ઠરાવ્યું હતું કે બંધારણના સાતમાં શિડ્યુલના લિસ્ટ-૧ની એન્ટ્રી ૪૫ હેઠળ સહકારી બેંકના સંદર્ભમાં સરફેસી એક્ટની કલમ ૧૩ હેઠળ વસુલાત માટે વધારાની પ્રોસિઝર પૂરી પાડવા માટે વૈધાનિક અધિકાર ક્ષેત્ર છે.આવું જ ધ ગ્રેડ ઇસ્ટર્ન શિપીંગ કંપની લિમિટેડ વિરૂદ્ધ સ્ટેટ ઓપ કર્ણાટક કેસમાં પણ ન્યાયમૂર્તિ અરૂણ મિશ્રાના વડપણ હેઠળની ત્રણ જજોની બેંચે ભારતના પ્રાદેશિક જળ સીમામાં ઉપયોગમાં લેવાયેલ માલ સામાનના સંદર્ભમાં વેચાણવેરો લાદવાની રાજ્ય સરકારની સત્તાને પડકારતી અપીલ ફગાવી દીધી હતી. મદ્રાસ બારએસોસિએશન વિરૂદ્ધ ભારતીય સંઘના કેસમાં પણ તત્કાલિન મુખ્ય ન્યાયમૂર્તિ એચ એલ દત્તુના વડપણ હેઠળની પાંચ જજોની બંધારણીય બેંચમાં ન્યાયમૂર્તિ અરૂણ મિશ્રાનો પણ સમાવેશ થતો હતો અને આ બેંચે પણ કાયદાની સંવૈધાનિકતાનેે જાળવી રાખી હતી.

જો કે એક કેસ એવો હતો જેમાં ન્યાયમૂર્તિ અરૂણ મિશ્રાએ બંધારણીય બેંચના સભ્ય તરીકે કાયદા વિરૂદ્ધ જઇને ૨૦૧૧માં છત્તિસગઢ વિધાનસભા દ્વારા ઘડવામાં આવેલ રેંટ કંટ્રોલ એક્ટની કલમ-૧૩(૨) રદબાતલ જાહેર કરી હતી.આ એક અપવાદરૂપ કેસ હતો.એ જ રીતે ન્યાયમૂર્તિ અરૂણ મિશ્રાના વડપણ હેઠળની પાંચ જજોની બેંચ સમક્ષ ૫,માર્ચ અને ૧૭,માર્ચના રોજ સંવૈધાનિક મહત્વ ધરાવતો એક કેસ લિસ્ટ કરવામાં આવ્યો હતો. આ બંને દિવસે બેંચ આ કેસની સુનાવણી હાથ ધરી શકી નહોતી.ત્યાર બાદ આ કેસને ફરી લિસ્ટ કરાયો ન હતો. અનૂપ બરાનવાલા વિરૂદ્ધ ભારતીય સંઘ કેસ વાસ્તવમાં કારોબારીના આધિપત્યમાંથી ચૂંટણી કમિશનરોની પસંદગીને અલગ કરવાની જરૂરિયાત પર બરાનવાલાની જાહેર હિતની અરજી હતી. આ કેસ ૨૦૧૫માં દાખલ કરાયો હતો. ૨૦૧૮માં ભારતના તત્કાલિન મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઇએ આ કેસ બંધારણીય બેંચને રીફર કર્યો હતો. જો અરૂણ મિશ્રાની બેંચ આ કેસની સુનાવણી કરી શકી હોત અને તેમની નિવૃત્તિ પહેલા તેના પર નિર્ણય કરી શકી હોત તો આપણે જાણીએ છીએ કે તેનું પરિણામ શું આવત.આ કેસમાં અનુચ્છેદ ૩૨૪નું અર્થઘટન કરવાનો મુદ્દો હતો તેથી જસ્ટીસ અરૂણ મિશ્રા કેન્દ્ર ખાતે વર્તમાન સરકાર વિરૂદ્ધ જાય એવો ચુકાદો આપ્યો હોત એવી શક્યતા જણાતી નથી.

કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ એક્ટ ૧૯૭૧ની કલમ-૨(સી)(૧)ન૩ સંવૈધાનિક ઔચિત્યને પડકારતી એન રામ, અરૂણ શૌરી અને પ્રશાંત ભૂષણ દ્વારા સંયુક્ત રીતે દાખલ કરવામાં આવેલી પિટિશન જસ્ટીસ અરૂણ મિશ્રાના વડપણ હેઠળની બેંચ સમક્ષ લિસ્ટ કરવામાં આવી હતી પરંતુ પિટિશનરોએ શાણપણ દાખવીને તેમની પિટિશન પાછી ખેચી લીધી હતી કારણ કે તેમનું એવું માનવું હતું કે જસ્ટીસ અરૂણ મિશ્રા આ મુદ્દે પોતાના પૂર્વ વલણના સંદર્ભમાં તેને મોટા ભાગે ફગાવી દે તેવી શક્યતા હતી. આમ બરાનવાલાની પિટિશન અને રામ-શૌરી-ભૂષણની પિટિશન કદાચ ભવિષ્યમાં રજૂ થશે તો જસ્ટીસ અરૂણ મિશ્રા દ્વારા તેની સુનાવણી કરવામાં ન આવી તે બાબત છૂપા આશિર્વાદ સમાન ગણવામાં આવશે.

– વી વેંકટેશન

(સૌ.ઃ ધ વાયર.ઈન)