અમરેલી, તા.૨૯
અમરેલી નજીક આવેલ શેત્રુંજી નદી ઉપર સાવરકુંડલા હોસ્પિટલની એમ્બ્યુલન્સ અને ડમ્પર સામસામે આવી જતાં બંને વાહનો પૂલ ઉપરથી નીચે ખાબકતા એબ્યુલન્સના ડ્રાઈવર સહિત ૩ને ઇજા થઇ હતી. ડમ્પર પાછળથી આવી રહેલ કાર ડમ્પરની ઓવરટેક કરવા જતા સામેથી એમ્બ્યુલન્સ આવતા અકસ્માત થયો હતો. જો કે, અકસ્માતનું કારણ બનેલ કારચાલક અકસ્માતમાં બચી ગયો હતો. અમરેલીથી ૫ કિલોમીટર દૂર શેત્રુંજી નદી ઉપર પસાર થઇ રહેલ ડમ્પરની સાઈડ કાપી ઓવરટેક કરી આગળ થવા નીકળેલ કારચાલક નીકળેલ હતો પરંતુ સામેથી અમરેલીથી સાવરકુંડલા તરફ જઈ રહેલ સરકારી હોસ્પિટલની એમ્બ્યુલન્સ સામે આવતા એમ્બ્યુલન્સ ચાલકને કાવો મારી કારચાલાકે એમ્બ્યુલન્સને પૂલ ઉપરથી નીચે નદીમાં નાખી હતી અને કાર પાછળથી આવી રહેલ ડમ્પર પણ નીચે ખાબકતા એમ્યુલન્સ ચાલક પરવેજ ઓસ્માનભાઈ શેખ તથા તેમાં બેસેલ બે શખ્સોને ઇજા થઈ હતી તેમજ ડમ્પર ચાલકને પણ ઇજા થતાં સારવારમાં ખસેડ્યા હતા.