સંતરામપુર, તા.૮
સંતરામપુર નગરમાં આજરોજ બાયપાસ રોડ પર મીરા હોસ્પિટલ નજીકમાં રોડ પર સ્થાનિક પોલીસ દ્વારા નાકાબંધી કરી વાહન ચેકીંગમાં ઊભા હતા તેવામાં ઝાલોદ રોડ તરફથી એક સફેદ કલરની ગાડી પૂરઝડપે આવતી હતી. જે ગાડીના ચાલકે પોલીસને જોતા ગાડી પાછીવાળીને ભાગવા જતા પોલીસને શંકા જતા ફિલ્મી ઢબે ગાડીનો પીછો કર્યો હતો અને ગાડી ઝડપી પાડી હતી ચાલક સહિત અન્ય વ્યક્તિની પૂછપરછ કરતા તેઓ ગભરાઈ ગયેલા અને પોલીસે ગાડીમાં તપાસ કરતાં ગાડીમાંથી ચાંદીની ઈંટો ભરેલી પેટીઓ અને ચાંદીના દાગીના મળી આવતા અંદાજે બસો કિલો વજનની અંદાજીત કિંમત રૂપિયા એક કરોડની ચાંદી આજરોજ પોલીસ ઈન્સ્પેકટર એ.ટી. પટેલના માર્ગદર્શન હેઠળ ટ્રાફિક પોલીસ જમાદાર વીરાભાઇ અને સ્ટાફે પકડી પાડી હતી. આ બનાવ અંગે પોલીસે કલમ ૪૧(૧)ડી મુજબ કાર્યઁવાહી હાથ ધરી છે અને ચાંદીનો જથ્થો કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તેમજ પરાગ પ્રવિણ શાહ અને અમરીશ શાંતિલાલ શાહ સામે ગુનો દાખલ કર્યો છે.