(એજન્સી) નવી દિલ્હી, તા.ર૩
ઈડી અને સીબીઆઈના નિશાન પર પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમના પુત્ર કાર્તિને INX મીડિયા કેસમાં હાઈકોર્ટ દ્વારા જામીન મળ્યા હતા. કોર્ટે ૧૦ લાખના જાત જામીન પર મુક્ત કર્યા હતા. જમાનત સાથે કોર્ટે નિર્દેશ આપ્યો છે કે, તેઓ દેશની બહાર જઈ નહીં શકે. આ સાથે કોર્ટે એમ પણ કહ્યું છે કે, તેઓ કેસ સાથે જોડાયેલા સાક્ષીઓ સીલ બેંક એકાઉન્ટ સાથે કોઈ છેડછાડ નહીં કરે. જો કે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ પ્રાધિકરણ મુજબ કાર્તિ અને તેની કંપનીઓ સામે મજબૂત પુરાવા છે કે, એયરસેલ મેક્સિમ મની લોન્ડરિંગ મામલે કાર્તિ અને તેની કંપનીઓ સામે કાર્યવાહી ચાલુ રહેશે. મની લોન્ડરિંગ એક્ટ મુજબ ઈડીએ કાર્તિ ચિદમ્બરમની ૧.૧૬ કરોડની સંપત્તિ જપ્ત કરી હતી. પીએમએલએના સભ્ય તુષારવી શાહે બહાર પાડેલા ૧૭૧ પાનાના આદેશમાં કહ્યું છે કે, આરોપી કાર્તિ ચિદમ્બરમ અને તેમની સાથે જોડાયેલ કંપની (એડવાંટેજ સ્ટ્રેટેજિક કન્સલ્ટીંગ પ્રાઈવેટ લિ.) અને અન્ય તે સાબિત કરવામાં નિષ્ફળ ગયા કે જપ્ત કરેલ સંપત્તિ મની લોન્ડરિંગ સાથે જોડાયેલ નથી. સીબીઆઈએ કાનૂની કાર્યવાહી કરી કાર્તિ અને તેની કંપનીઓની ફિક્સ ડિપોઝીટો અને બેન્કમાં જમા રાશિ ૭ સપ્ટેમ્બરે જપ્ત કરી હતી. ઈડીએ ચેન્નાઈની બેન્ક શાળામાં જમા કુલ ૧,૧૬,૦૯,૩૮૦ રૂપિયા મૂલ્યની ફિક્સ ડિપોઝીટ અને અન્ય જમા રાશિ તેના કબજામાં લીધી છે.