(સંવાદદાતા દ્વારા) સુરત તા.૧૭
શહેરના સરથાણા સ્થિત તક્ષશિલા આર્કેટની દુર્ધટનામાં લાજપોર જેલમાં બંધ મનપા કાર્યપાલક ઈજનેર ફાયરબ્રિગેડના ઓફિસર તથા ડીજીવીસીએલના અધિકારીઓ ગુજરાત હાઈકોર્ટમાં એક જામીન અરજી દાખલ કરી હતી. જેની સુનાવણી પમી ઓગષ્ટના રોજ હાથ ધરાશે. જોકે, સુરત કોર્ટ તેઓના જામીન ફગાવી દીધા બાદ તેઓએ હાઈકોર્ટના એડવોકેટ દ્વારા જામીન અરજી રજૂ કરી હતી.
આ કેસની વિગત એવી છે કે ગત તારીખ ર૪મી મેના રોજ સરથાણા સ્થિત તક્ષશિલા આર્કે઼ના ટયુશનકલાસમાં એસીનાં કોમ્પ્રેસરના આઉટ લેટમાં આગ લાગી હતી. આ આગમાં રર વિદ્યાર્થીના કરૂણ મોત નીપજ્યાં હતા. સરથાણ પોલીસે ઈપીકો કલમ ૩૦૪ મુજબનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ ગુનાની તપાસ કરનાર ડીસીબીના એસીબી આર.આર. સરવૈયાએ સેન્ટ્રલ ઝોનના કાર્યપાલક ઈનેજનેર પરાગ મુન્સી સહિત અનેક આરોપીઓની ઘરકડ કરી લાજપોર જેલમાં મોકલી આપ્યા બાદ તેઓએ સુનાવણીનાં અંતે ફગાવી દેવાઈ હતી.ત્યારબાદ આરોપી પરાગ મુનશી, ડીજીવીસીએલના દિપક નાયક અને કિર્તી મોઢ દ્વારા હાઈકોર્ટમાં જામીન અરજી રજૂ કરવામાં આવી હતી. જેની સુનાવણી પમી ઓગષ્ટના રોજ હાથ ધરાનાર હોવાનું જાણવા મળે છે.