મોડાસા, તા.૧૮
ધનસુરા તાલુકાના રમાણા ગામના અને કરણપુર પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા ગોપાલ ભાઈ ભરવાડ ધનસુરામાં બેંકના કામકાજ અર્થે મોડાસાથી ધનસુરા તરફ કાર લઈ નીકળ્યા હતા ત્યારે ધનસુરા તરફથી માતેલા સાંઢની માફક પુરપાટ ઝડપે આવી રહેલા ટ્રક-કન્ટેનરે કારને સામેથી ધડાકાભેર ટક્કર મારતાં કારના આગળની બાજુના ફૂરચે ફુરચા નીકળી જતા કારચાલક ગોપાલભાઈના શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા કારમાં જ પ્રાણપંખેરૂંં ઉડી ગયું હતું અકસ્માતના પગલે મોડાસા-ધનસુરા રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અકસ્માતના પગલે ધનસુરા પોલીસ તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી કારમાં ફસાયેલ યુવકના મૃતદેહને ભારે જહેમત બાદ કારમાંથી બહાર કાઢી પીએમ માટે સરકારી દવાખાને ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
રમાણા ગામના આશાસ્પદ યુવાન શિક્ષક ગોપાલ ભાઈ ભરવાડનું અકસ્માતમાં મોત નિપજતા ભરવાડ સમાજ, ધનસુરા પંથક અને શિક્ષણ આલમમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.