(સંવાદદાતા દ્વારા)  સુરત, તા.૨૦
મજુરાગેટ આઈટીસી બિલ્ડિંગમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં આવેલ ટાટા મોટર્સ ફાયનાન્સ સોલ્યુસન લી. કંપનીમાં ઉત્પાદિત નહીં કરાયેલ ટ્રકો હયાત બતાવી બોગસ દસ્તાવેજ અને ખોટી વિમા પોલીસી રજૂ કરી મેનેજર, ડી.ઍસ.ઍ તેમજ વેલ્યુઅરની સાઠગાઠમાં ૨૪ જણાની ટોળકી દ્વારા કુલ રૂપિયા ૫.૬૮ કરોડની લોન મેળવી છેતરપિંડી કરવામાં આવી હોવાનો ચોકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. બનાવ અંગે કંપની દ્વારા ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
મજુરાગેટ આઈટીસી બિલ્ડિંગમાં આવેલી ટાટા મોટર્સ ફાયનાન્સ સોલ્યુસન્સ લી. કંપનીના કર્મચારી તરીકે સેવારત પ્રિયવ્રતસિંહ ચારણે ગઈકાલે કંપનીના મેનેજર, ડી.ઍસ.ઍ. તેમજ વેલ્યુઅર સહિત ૨૪ જણાની ટોળકી સામે કુલ રૂપિયા ૫,૬૮,૨૮,૪૨૫ છેતરપિંડી ની ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું હતું કે, આરોપીઓ કંપનીના કર્મચારીઓની સાઠગાઠમાં ટાટા કંપની દ્વારા ઉત્પાદિત નહીં કરાયેલ ટ્રકોના બોગસ દસ્તાવેજ અને વિમા પોલીસી બનાવી કંપનીમાં રજૂ કરી કરોડો રૂપિયાની લોન લીધી હતી. જે માટે ટોળકીએ કંપનીના મેનેજર, ડી.ઍસ.ઍ. ફીલ્ડ ઈન્વેસ્ટીગેસન, વેલ્યુઅરે પુરાવા અને વાહનોની વેરીફાઈ કર્યા વગર તપાસણી રિપોર્ટ કંપનીમાં બતાવી ઍકબીજા ની મદદથી કૌભાંડ કર્યું હતું. બનાવ અંગે પોલીસે પ્રિયવ્રતસિંહની ફરિયાદને આધારે તમામ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

કોની-કોની સામે ગુનો દાખલ

આશિષ બાલુ કાકડીયા (રહે, રૂષીકેશ ઍપાર્ટમેન્ટ નાના વરાછા), ઈમરાન કાલુ પઠાણ (રહે, વાલક પાટીયા ), વિપુલ બાબુ વઘાસીયા (રહે, મોટા વરાછા), જગદીશ કનુ ગોંડલિયા (રહે, શિવસાંઈ પાર્ક સોસાયટી વરાછા), સંજય જીવરાજ સંતોડીયા (રહે, શાલીગ્રામ ઉત્રાણ), વિનોદ પરષોત્તમ દુધાત (રહે, સરથાણા જકાતનાકા), રીટાબેન કપિલ કોઠીયા (રહે, મોટા વરાછા) બુધા બાલા મેઘાણી (રહે, જેવેલ રેસીડેન્સી કતારગામ), અશોક નાથુ ચૌધરી (કતારગામ), રમેશ ભિખા વસોયા (રહે, મમતાપાર્ક કાપોદ્રા), તુપેશ રમેશ ભુવા (રહે, કૂષ્ણાપાર્ક સરથાણા), અફઝલ અનવર અણઘણ (રહે, રહેમતનગર રોડ વાલક), મહેશ ગોવિંદ ચલોડિયા (રેહ, સાગર સોસાયટી કાપોદ્રા), હિતેશ મુળજી રાધવાની (રહે, કિસ્ટ્‌લ હાઈટસ પાલનપુર), નિલેશ સુરતી (રહે, ટાટા મોટર્સ ફાયનાન્સ સોલ્યુસન કંપનીના મેનેજર), ઈશાન ભાવસાર (રહે, ટાટા મોટર્સ ફાયનાન્સ સોલ્યુસન કંપનીના મેનેજર), શરદ રતનજી પટેલ (રહે, ટાટા મોટર્સ ફાયનાન્સ સોલ્યુસન કંપનીના મેનેજર), પ્રગણા માલવ (રહે, ડી.ઍસ.ઍ), બીના કે. શાહ (ડી.ઍસ.ઍ), ડીમ્પલ આશિષ ચોકસી (રહે,ડી.ઍસ.ઍ), આનંદ. ડી. ભોયટે (રહે, ડી.ઍસ.ઍ), ફિલ્ડ ઈન્વેસ્ટીશન કે. પ્રવિણચંદ્ર ઍશોસિઍટ, વિશાલ. ડી. કોઠારી (રહે, વેલ્યુઅર વી.કે.ઍસોસિઍટના કર્તા હતા)