(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.ર૭
કોરોના વાયરસ ઉપર કાબૂ મેળવવાના સરકારી તંત્રના પ્રયાસો વચ્ચે પણ કોરોના બેકાબૂ હોય તેમ છેલ્લા દશેક દિવસથી રાજ્યમાં ૩પ૦થી ૪૦૦ની વચ્ચે જ સતત પોઝિટિવ કેસો બહાર આવી રહ્યા છે અને તેની સાથે કોરોનામાં મૃત્યુના બનાવો પણ ચિંતાજનક રીતે સતત ખાસ્સા બહાર આવી રહ્યા છે. આજે પણ રાજ્યમાં કોરોનામાં ર૩ વ્યક્તિઓના મૃત્યુ થયા છે અને તેમાં સૌથી વધુ ૧૯ અમદાવાદના છે જ્યારે કોરોના પોઝિટિવના રાજ્યમાં છેલ્લા ર૪ કલાકમાં નવા ૩૭૬ કેસ બહાર આવ્યા છે જેમાં એકલા અમદાવાદના જ રપ૬ કેસ છે. આ સાથે રાજ્યનો કુલ કેસોનો આંક ૧પર૦પ ઉપર પહોંચ્યો છે તો રાજ્યમાં કોરોનાના ૪૧૦ દર્દીઓ સાજા થઈ ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં લોકડાઉન-૪માં અપાયેલ છૂટછાટ બાદ કોરોના વાયરસ બેકાબૂ બન્યો હોય તેવી સ્થિતિ સતત છેલ્લા કેટલાક દિવસોથી જોવા મળી રહી છે. રાજ્યમાં કોરોના પોઝિટિવના સતત બહાર આવી રહેલ કેસ તથા મૃત્યુના વધુ કેસોનું પ્રમાણ લોકોમાં ચિંતા ઊભી કરાવી રહેલ છે. રાજ્યમાં છેલ્લા ર૪ કલાકમાં સૌથી વધુ અમદાવાદમાં ૧૯ સાથે કુલ ર૩ વ્યક્તિઓના મૃત્યુ થયા છે. જેમાં સુરત બે અને વડોદરા તથા મહિસાગરમાં ૧-૧ મૃત્યુનો સમાવેશ થાય છે. આ સાથે રાજ્યમાં કોરોનાનો કુલ મૃત્યુઆંક ૯૩૮ થવા પામ્યો છે તો અમદાવાદમાં કોરોનાનો મૃત્યુઆંક ૭૬૪ પર પહોંચવા પામ્યો છે. રાજ્યમાં છેલ્લા ર૪ કલાકમાં કોરોના પોઝિટિવના કેસોનો સતત વધારો જારી રહેતા નવા ૩૭૬ કેસ બહાર આવ્યા છે જેમાં અમદાવાદના સૌથી વધુ રપ૬ કેસ છે. રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસોનો આંક વધીને કુલ ૧પર૦પ થવા પામ્યો છે તો અમદાવાદમાં કુલ કોરોનાના કેસ ૧૧૦૯૭ થવા પામ્યા છે. રાજ્યમાં ર૪ કલાકમાં સુરતમાં ૩૪, વડોદરા ર૯, મહિસાગર ૧૪, વલસાડ ૧૦, સુરેન્દ્રનગર ૦૬, ગાંધીનગર ૦પ, નવસારી ૦૪, રાજકોટ ૦૩, આણંદ, પાટણ અને કચ્છ ચતથા અન્ય રાજ્ય ખાતે ર-ર, ભાવનગર, મહેસાણા, પંચમહાલ, બોટાદ, છોટાઉદેપુર, પોરબંદર અને અમરેલી ૧-૧ કેસ એમ કુલ ૩૭૬ નવા કેસ નોંધાયેલ છે. હાલ રાજ્યમાં કુલ ૬૭ર૦ એક્ટિવ કેસ છે. બીજી તરફ છેલ્લા ર૪ કલાકમાં રાજ્યમાં કુલ ૪૧૦ દર્દીઓ સાજા થઈને ઘરે ગયેલ છે જેમાં અમદાવાદ જિલ્લામાંથી સૌથી વધુ ૩ર૭ દર્દીઓ અને ત્યારબાદ સુરત ૩૦, વડોદરા ૧૧, પાટણ ૮, ભાવનગર ૬, સુરેન્દ્રનગર પ, દાહોદ, ગાંધીનગર અને વલસાડ ખાતે ૪-૪, ખેડા ૩, મહેસાણા ર, અરવલ્લી, ગીર-સોમનાથ, જૂનાગઢ, કચ્છ, પંચમહાલ અને રાજકોટ ખાતે ૧-૧ દર્દીઓને સાજા થતાં રજા આપવામાં આવેલ છે. આ સાથે રાજ્યમાં કોરોનામાંથી ડિસ્ચાર્જ થનારાઓની સંખ્યા ૭પ૪૭ પર પહોંચી છે. ડિસ્ચાર્જને પગલે રાજ્યમાં હાલમાં કુલ ૬૭ર૦ કોરોનાના એક્ટિવ કેસ રહ્યા છે. રાજ્યમાં જુદી જુદી હોસ્પિટલોમાં આવતા દર્દીઓ ઉપરાંત આઈસીએમઆરની ગાઈડલાઈન મુજબ જિલ્લાઓમાં કુલ ૧,૯૩,૮૬૩ ટેસ્ટ કરવામાં આવેલ છે. રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં કુલ ૩,પર,૩૧૯ વ્યક્તિઓને ક્વોરન્ટાઈન કરવામાં આવેલ છે જે પૈકી ૩,૪૩,૦ર૭ વ્યક્તિઓ હોમ ક્વોરન્ટાઈન તથા ૯,ર૯ર વ્યક્તિઓને ફેસિલિટી ક્વોરન્ટાઈન રાખવામાં આવેલ છે. રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી સરકાર દ્વારા લેવામાં આવેલ રોગ નિયંત્રણ પગલાંઓને પરિણામે કોરોનાના કેસો નિયંત્રિત રહ્યા હોવાનો દાવો સરકાર તરફથી કરવામાં આવ્યો છે. ૧પ દિવસ પહેલાં રાજ્યમાં કેસ બમણાં થવાનો દર જે ૧૬ દિવસ હતો તે આજે વધીને ર૪.૮૪ દિવસ થયો છે. આ કેસ બમણાં થવાનો દર ગત સમય દરમિયાન રાજ્યમાં નોંધાયેલ કેસોના ગ્રોથ રેટને આધારે ગણવામાં આવે છે. અમદાવાદમાં પણ અગાઉ ૧પ દિવસનો હતો તે વધીને રપ.૦૮ દિવસ થયો છે.

ગુજરાતમાં કોરોના કેસો

(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર, તા.૨૭
ગુજરાતમાં કોરોના વિસ્ફોટ જારી રહ્યો છે. આજે વધુ ૩૭૬ કેસ સપાટી પર આવ્યા હતા. આંકડા નીચે મુજબ છે.

શહેર કેસ
અમદાવાદ ૨૫૬
સુરત ૩૪
વડોદરા ૨૯
મહીસાગર ૧૪
વલસાડ ૧૦
સુરેન્દ્રનગર ૬
ગાંધીનગર ૫
નવસારી ૪
રાજકોટ ૩
આણંદ ૨
પાટણ ૨
કચ્છ ૨
ભાવનગર ૧
મહેસાણા ૧
પંચમહાલ ૧
બોટાદ ૧
છોટા ઉદેપુર ૧
પોરબંદર ૧
અમરેલી ૧
અન્ય રાજ્ય ૨
કુલ ૩૭૬