અમદાવાદ, તા.૧પ
કાળમુખા કોરોનાએ કેટકેટલાય લોકોના ઘરના ચિરાગોને બૂઝાવી દેતાં કેટલાય ઘરોમાં અંધકાર ફેલાઈ ગયું છે. જો કે, આ અંધકારને દૂર કોણ કરશે ? રાજ્યમાં કોરોનાના કેસોએ જે ગતિ પકડી છે. તે રોકવાનું નામ લેતી નથી. છેલ્લા ૧પ દિવસથી તો ૩૦૦થી ૪૦૦ કેસોની વચ્ચે જ આંકડો ફરી રહ્યો છે જે ખરેખર ચિંતાનો વિષય છે. ત્યારે શુક્રવારે જાહેર કરાયેલા આંકડામાં વધુ એકવાર રાજ્યમાં કોરોનાના ૩૪૦ કેસ નોંધાયા છે જેમાં ર૦ લોકોના જીવનદિપ બુઝાઈ ગયા છે તો ર૮ર લોકોને ડિસ્ચાર્જ અપાતા તેમનેનવું જીવનદાન મળ્યું છે. કાળમુખા કોરોનાથી તો લોકો પરેશાન છે જ તેમાં પણ કોરોનાને લીધે લોકડાઉનથી ઘણા ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોની હાલત કફોડી બની ગઈ છે ત્યારે હાલ રાજ્યમાં લોકો એક જ દુઆ અને પ્રાર્થના કરી રહ્યા છે કે આ કોરોના ઝડપથી જાય.
આરોગ્ય સચિવ જયંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સને સંબોધીને ગુજરાતમાં આજે નોંધાયેલા કોરોનાનાં કેસોની માહિતી આપતાં જણાવ્યું હતું કે, રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૩૪૦ કેસો નોંધાયા હતા. અને છેલ્લા ૨૪ કલાકમાં ૨૦ લોકોનાં મોત નિપજ્યા છે, તો કોરોનાનાં ૨૮૨ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ રાજ્યમાં કોરોનાનાં કુલ પોઝિટિવ કેસોની સંખ્યા ૯૯૩૨ થઈ છે. જ્યારે અત્યાર સુધી મોતનો કુલ આંક ૬૦૬ થયો છે. તો રાજ્યમાં કુલ ૪૦૩૫ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં ડિસ્ચાર્જનો રેટ ૪૦.૬૨ ટકા થયો છે.
છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયેલ કેસોની વાત કરીએ તો, અમદાવાદમાં ૨૬૧, વડોદરામાં ૧૫, સુરતમાં ૩૨, રાજકોટમાં ૧૨, ગાંધીનગરમાં ૧૧, પાટણ, ગીર સોમનાથ-ખેડા-જામનગર-અરવલ્લી-મહીસાગર-સુરેન્દ્રનગરમાં એક-એક કેસ અને સાબરકાંઠામાં ૨ કેસ નોંધાયા હતા.
રાજ્યમાં પોઝિટિવ કેસોનો કુલ આંક ૯૯૩૨ થયો છે. જેમાંથી ૪૩ દર્દીઓ વેન્ટીલેટર પર છે. તો ૫૨૪૮ દર્દીઓ સ્ટેબલ છે. તો ડિસ્ચાર્જનો કુલ આંક ૪૦૩૫ થયો છે. અને કુલ ૬૦૬ લોકોનાં મોત કોરોનાને કારણે થયા છે. છેલ્લાં ૨૪ કલાકમાં થયેલ ૨૦ મોતમાંથી ૭ લોકોનાં મોત પ્રાથમિક રીતે કોરોનાના કારણે થયા હતા. જ્યારે ૧૩ લોકોને અન્ય પ્રકારની ગંભીર બીમારીઓ હતી. ૨૦ મોતમાંથી ૧૪ મોત અમદાવાદમાં, ૩ મોત સુરતમાં, આણંદ અને મહેસાણામાં એક-એક દર્દીનું મોત થયું હતું.

છેલ્લા ર૪ કલાકમાં નવા નોંધાયેલા કેસોની વિગત
જિલ્લો કેસ
અમદાવાદ ૨૬૧
સુરત ૩૨
વડોદરા ૧૫
રાજકોટ ૧૨
ગાંધીનગર ૧૧
સાબરકાંઠા ૦૨
પાટણ ૦૧
ગીર-સોમનાથ ૦૧
ખેડા ૦૧
જામનગર ૦૧
અરવલ્લી ૦૧
મહિસાગર ૦૧
સુરેન્દ્રનગર ૦૧
કુલ ૩૪૦

રાજ્યમાં આજદિન સુધી કોરોનાના નોંધાયેલા કુલ કેસ, મૃત્યુ, ડિસ્ચાર્જ

જિલ્લો કેસ મૃત્યુ ડિસ્ચાર્જ
અમદાવાદ ૭૧૭૧ ૪૭૯ ૨૩૮૨ વડોદરા ૬૨૦ ૩૨ ૩૭૧ સુરત ૧૦૧૫ ૪૭ ૬૩૪ રાજકોટ ૭૮ ૦૨ ૫૧ ભાવનગર ૧૦૩ ૦૭ ૬૯ આણંદ ૮૨ ૦૮ ૭૦ ભરૂચ ૩૨ ૦૨ ર૫ ગાંધીનગર ૧૫૭ ૦૫ ૬૨ પાટણ ૩૫ ૦૨ ૨૨ પંચમહાલ ૬૮ ૦૫ ૪૮ બનાસકાંઠા ૮૩ ૦૩ ૪૯ નર્મદા ૧૩ ૦૦ ૧૨ છોટાઉદેપુર ૨૧ ૦૦ ૧૪ કચ્છ ૧૪ ૦૧ ૦૬ મહેસાણા ૭૩ ૦૩ ૪૦ બોટાદ ૫૬ ૦૧ ૪૧ પોરબંદર ૦૪ ૦૦ ૦૩ દાહોદ ૨૦ ૦૦ ૧૧ ગીર-સોમનાથ ૨૩ ૦૦ ૦૩ ખેડા ૩૪ ૦૧ ૧૫ જામનગર ૩૪ ૦૨ ૦૩ મોરબી ૦૨ ૦૦ ૦૧ સાબરકાંઠા ૨૯ ૦૨ ૦૯ અરવલ્લી ૭૭ ૦૨ ૪૧ મહીસાગર ૪૮ ૦૧ ૩૫ તાપી ૦૨ ૦૦ ૦૨ વલસાડ ૦૬ ૦૧ ૦૪ નવસારી ૦૮ ૦૦ ૦૭ ડાંગ ૦ર ૦૦ ૦૨ સુરેન્દ્રનગર ૦૪ ૦૦ ૦૧ દેવભૂમિ દ્વારકા ૧૨ ૦૦ ૦૦ જૂનાગઢ ૦૪ ૦૦ ૦૨ અમરેલી ૦૧ ૦૦ ૦૦ અન્ય રાજ્ય ૦૧ ૦૦ ૦૦ કુલ ૯૯૩૨ ૬૦૬ ૪૦૩૫