(એજન્સી) મુંબઈ, તા.૭
કાળિયાર હરણ શિકાર મામલે જોધપુર કોર્ટ દ્વારા નિર્દોષ છૂટ્યા બાદ બોલિવુડ અભિનેતા સૈફઅલીખાન અને પત્ની કરીના કપૂરખાન અને પુત્ર તૈમૂરની સાથે સમય વિતાવ્યો. ત્રણેય એક સાથે પૂલ સાઈડ પર આનંદ માણતી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ઈન્સ્ટ્રાગ્રામ પર બધા અલગ અલગ એકાઉન્ટથી આ તસવીરો પોસ્ટ કરવામાં આવી છે. કરિના કપૂરખાને પીળા રંગનંુ ગાઉન પહેર્યું છે. જ્યારે સૈફ ટી-શર્ટ અને જીન્સમાં છે. જ્યાં સુધી જુનિયર નવાબ તૈમૂરની વાત છે તો તેઓ હાફ નિકર પહેરી ક્યારેય પોતાની માતા તો ક્યારેક પિતાના ખોળામાં છે.
આ અવસરે અમૃતા અરોરા પોતાના પતિ શકીલ લડક સાથે નજરે આવી. નોંધનીય છે કે સલમાનખાન સહિત સૈફઅલીખાન, સોનાલી બેન્દ્રે, તબ્બુ, નીલમ પર કાળિયાર હરણ શિકાર મામલે ૧૯૯૮થી કેસ ચાલી રહ્યો હતો. જો કે સલમાનને છોડીને બાકી બધા કેસમાંથી મુક્ત થઈ ગયા છે. અને આને લઈ સૈફઅલીખાન પોતાના પરિવાર સાથે સમય વીતાવી રહ્યા છે.