જંબુસર, તા.૬
જંબુસર તાલુકાના કાવી ગામના બાગ ફળિયામાં રહેતા પરણેતર પ્રેમીએ પ્રેમ સંબંધમાં ઝેરના પારખાં કરતાં મોતને શરણે થવાના સમાચાર પ્રાપ્ત થયા છે.
પ્રાપ્ત વિગત અનુસાર કાવી ગામે બાગ ફળિયામાં રહેતા ર૮ વર્ષીય રાઠોડ નરેશ બાબુભાઈને ગામની જ હંસાબેન નામની એક છોકરી સાથે પ્રેમ સંબંધ હતો અને બન્નેને પ્રભુતામાં પગલા માંડવા હતા પરંતુ બન્નેવ પ્રેમીપાત્રો અલગ-અલગ સમાજના હોય જેથી સમાજના ડરના કારણે બન્ને પ્રેમીપાત્રો પોતાની જીવન લીલા સંકેલી લેવા રાત્રીના સમયે તળાવની પાળની પાછળ આવેલ કપાસના ખેતરમાં બન્ને જણે ઝેરી દવા ગટગટાવી જતાં રાઠોડનું પ્રાણપંખેરું ઉડી ગયું હતું. જ્યારે તેની પ્રેમિકા દવા પીને ત્યાંથી વસ્તી વિસ્તારમાં જતી રહેતા લોકોએ તેને દવાખાને લઈ જતાં તેનો અદ્‌ભૂત બચાવ થયો હતો. જો કે મરણ જનાર રાઠોડ નરેશભાઈએ લગ્ન કરેલ હોય અને ત્રણ બાળકો પણ છે. જ્યારે બચી ગયેલ પ્રિયતમાં કુંવારી છે. ઉપરોકત બાબત અંગે મરણ જનારના પિતા રાઠોડ બાબુભાઈ પુંજાભાઈ રે.કાવીએ કાવી પોલીસને જાહેરાત આપતાં કાવી પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.