(એજન્સી) તા.૨૦
કાશ્મીરમાં ઉત્પાદિત કેસરની નિકાસને પ્રોત્સાહિત કરવા માટે ન્યૂયોર્ક સ્થિત કોન્સ્યુલેટ જનરલ ઓફ ઇન્ડિયાએ જમ્મુ-કાશ્મીર ટ્રેડ પ્રેમોશન ઓર્ગેનાઇઝેશન (જેકેટીપીઓ) અને યુએસ ઇન્ડિયા સ્ટ્રેટેજીક પાર્ટનરશીપ ફોરમે (યુએસઆઇએસપીએફ) ગુરુવારે કાશ્મીરના કેસરની નિકાસને પ્રોત્સાહિત કરવા માટે વર્ચ્યુઅલ કોન્ફરન્સનું આયોજન કર્યુ હતું. આ ઇવેન્ટ પાછળનો હેતુ અમેરિકામાં જાણીતા આ તેજાનાની નિકાસને વધારવાનો આ વર્ચ્યુઅલ પ્રમોશન કોન્ફરન્સમાં મનોજકુમાર દ્વિવેદી, ઉદ્યોગ અને વાણિજ્ય વિભાગના કમિશનર અને સરકારના સચિવ, રણધીર જયસ્વાલ કોન્સલ જનરલ ઓફ ઇન્ડિયા (સીજીઆઇ) ન્યૂયોર્ક, દેવી પ્રસાદ મિશ્રા કોન્સલ (ટ્રેડ), અંકિતા કાર, મેનેજીંગ ડિરેક્ટડ, જે એન્ડ કે ટ્રેડ પ્રમોશન ઓર્ગેનાઇઝેશન, સેલિબ્રિટી શેફ વિકાસ ખન્ના, ડો.નસિમાન અશરફ, સિનિયર સાયન્ટીસ્ટ, સીએસઆઇઆર, આઇઆઇએમ અને ફૂડ કોલમિસ્ટ રામીન ગણેશરામ તેમજ જમ્મુ અને કાશ્મીરના અને સીજીઆઇના વરિષ્ઠ અધિકારીઓ અને જમ્મુ અને કાશ્મીરના કેસર નિકાસ સમુદાયના અગ્રણી સભ્યો અને અમેરિકન આયાતકારોએ ભાગ લીધો હતો. મનોજ દ્વિવેદીએ જણાવ્યું હતું કે જમ્મુ અને કાશ્મીરમાં વિશ્વમાં સર્વશ્રેષ્ઠ ગુણવત્તાવાળા કેસરનું ઉત્પાદન થાય છે. હવે જ્યારે આપણે કેસરના સંભવિત બજાર શોધી રહ્યાં છીએ ત્યારે આ પ્રકારના ઇવેન્ટ્‌સ દરેક દેશમાં સંભવિત ખરીદદાર સુધી પહોંચવામાં સહાયભૂત થશે અને આંતરરાષ્ટ્રીય બજારમાં આપણી પ્રોડ્‌કટની બ્રાન્ડ વેલ્યુ વધારશે. કોન્સલ જનરલ ઓફ ઇન્ડિયા ન્યૂયોર્કના રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે આપણે જમ્મુ અને કાશ્મીર સરકારની આ પહેલ માટે આભારી છીએ. આપણે આશા રાખીએ બંને બજારોને જોડાણથી પારસ્પારિક ફાયદો થશે. અમે વધુને વધુ ભારતીય કેસર અમેરિકા માટે મેળવવા માગીએ છીએ. ભારત કેસરનું અગ્રણી ઉત્પાદક રાષ્ટ્ર છે અને અમે કેસરના વ્યાપાર અને ઉત્પાદનનું મૂલ્ય સંવર્ધન કરવા માગીએ છીએ. આ ઇવેન્ટથી કેસરના વિવિધ પાસાઓ અંગેની માહિતી અને જ્ઞાન પ્રાપ્ત થયા હતા. સેલિબ્રિટી શેફ વિકાસ ખન્નાએ વિવિધ વાનગીઓમાં ઉપયોગમાં લેવાતાં કેસર અંગેની જાણાકારી આપી હતી. ડો.નરસિંહ્મ અશરફે કોન્ફરન્સના સહભાગીઓને ભારતીય કેસરના વૈજ્ઞાનિક અને આનુવંશિક અંગે પરિચય કરાવ્યો હતો. આ ઇવેન્ટનું ધ્યેય કેસરના પ્રતિષ્ઠિત નિકાસકારોને સંભવિત અમેરિકન આયાતકારો સાથે જોડવાનું હતું. ૪૦થી વધુ કેસરના નિકાસકારોએ આ ઇવેન્ટમાં કેકેટીપીઓમાં રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.