(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૨૬
આખરે ભારતે પાકિસ્તાન અંતર્ગત કાશ્મીરમાં આવેલા આતંકવાદી કેન્દ્રો પર મળસ્કે થયેલ બોંબ મારોના સમાચાર લોકો સુધી પહોંચતા વડોદરા શહેરમાં એક અલગ વાતાવરણ પ્રસરી ગયું હતું. સવારે ૭ઃ૩૦થી ૮ઃ૩૦ના સુમારે ટીવીના માધ્યમથી પીઓકે પર થયેલા બોંબમારોની વિગતો પ્રકાશીત થતાં વોટર્સઅપ તથા ફેસબુક જેવા માધ્યમોથી લોકો દ્વારા ખુશી વ્યકત કરાઇ રહી છે અને આતંકવાદીઓએ દેશના જવાનો પર કરેલા હુમલા બાદ એક શોકના વાતાવરણમાંથી ઘણા લાંબા સમયથી જીવતું વડોદરા આજે અચાનક ખુશીમાં ઝુમતુ વડોદરા થઇ ગયું. એકબીજાને ટીવી જોવા સુચન કરવા માડયા અને બધા જ ટીવી પાસે જોવા બેસી ગયા હતા.
ખાસ કરીને રાજકીય પક્ષોમાં વોટર્સઅપ ગ્રુપ ભારતીય જવાનોએ દર્શાવેલી પોતાની મર્દાનગીને વધાવી લીધી હતી. આ સાથે શહેરમાં આજે ભારત દ્વારા પાકિસ્તાન અંતર્ગત કાશ્મીરમાં થયેલ કાર્યવાહીનો મુદ્દો ટોક ઓફ ધી ટાઉન બન્યો હતો. ઠેર-ઠેર લોકોએ ભારતીય જવાનોએ કાશ્મીર વિરૂદ્ધ કરેલ કાર્યવાહીની ચર્ચા સાથે તેને વધાવતા જોવા મળ્યા હતા. તો રાજકારણ સાથે સંકળાયેલા કેટલાક વ્યકિતઓએ સૈન્ય કાર્યવાહી આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી કરાઇ હોવાનું જણાવ્યું હતું.