(એજન્સી) તેલ અવીવ, તા.૨૯
ઇઝરાયેલમાં કેટલાક વકીલો અને માનવ અધિકાર સંગઠનોના કર્મશીલોએ ત્યાંની સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને કહ્યું છે કે, ભારતના અધિકાર ક્ષેત્રમાં આવેલા કાશ્મીરમાં માનવ અધિકાર અને આંતરરાષ્ટ્રીય કાયદાઓના ઘોર ઉલ્લંઘનમાં સામેલ રહેનારા ભારતીય પોલીસ અધિકારીઓની તાલીમને ઇઝરાયેલી પોલીસ દ્વારા તાત્કાલિક અસરથી રોકવામાં આવે. અરજી પર હસ્તાક્ષર કરનારા ૪૦થી વધુ બુદ્ધિજીવિઓએ ઇઝરાયેલી પોલીસ, આંતરિક સુરક્ષા મંત્રાલય અને વિદેશ મંત્રાલયને પત્રમાં જણાવ્યું છે કે, હિમાલયના પર્વતીય વિસ્તારોમાં ફરજ બજાવતા વડાપ્રધાન મોદીની કટ્ટર હિંદુ રાષ્ટ્રવાદી સરકાર દ્વારા ક્રૂર રીતે કરાયેલા સૈન્ય અપરાધને કારણે મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોની ભારતીય પોલીસના સભ્યોને તાલીમ આપવાની માન્યતા આપવામાં ન આવે. ભારતીય શાસન વિરૂદ્ધ દશકોથી બળવો કરી રહેલા ૧,૨૦,૦૦૦ લોકોના ઘર એવા કબજે કરાયેલા કાશ્મીરમાં લાખોની સંખ્યામાં ભારતીય દળોને તૈનાત કરી દેવાયા, જ્યારે ઇઝરાયેલે મોદી સરકાર સાથે હથિયારોના સોદાને વધારી દીધો છે. ઉલ્લેખનીય છે કે, ભારત ઇઝરાયેલી હથિયારોનું સૌથી મોટો ખરીદાર બની ગયું છે જેમાં ૨૦૧૩થી ૨૦૧૭ વચ્ચે ઇઝરાયેલી હથિયારોની નિકાસમાં ભારતનો ૫૦ ટકાનો ફાળો છે. ટોચની સમાચાર એજન્સી સાથે વાત કરતાં હસ્તાક્ષર કરનારાઓમાંથી એક ઇઝરાયેલી માનવ અધિકાર સંગઠનના સિગાલ કૂક અવીવીએ કહ્યું કે, આ પીટીશનથી કાશ્મીરના લોકો સાથે એકતા દર્શાવવા માટે અમે અમારી રીતે શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યા છીએ. ઇઝરાયેલમાં આફ્રિકન લોકોની શરણ માગનારાઓમાંથી એક અવીવીએ કબજે કરાયેલા કાશ્મીરના લોકો સાથે સહાનુભૂતિ દર્શાવતાં કહ્યું કે, વિશ્વના નાગરિક તરીકે અમે કહેવા માગીએ છીએ કે, તમારી સાથે શું થઇ રહ્યું છે તે અમે જાણીએ છીએ, અમે અવગણનારાઓમાંથી નથી, અમે આ બધું જોઇ, સાંભળી રહ્યા છીએ અને અમને બધી ખબર છે. અરજીમાં જણાવાયું છે કે, સત્ય એ છે કે, વિશ્વમાં ભારત સૌથી મોટી લોકશાહી છે અને તે ઇઝરાયેલનું મહત્વનું રાજકીય તથા આર્થિક ભાગીદાર છે. ઉપરાંત પશ્ચિમી દેશોનું પણ ભાગીદાર છે. પરંતુ આનાથી એ વાતને યોગ્ય ના ઠેરવી શકાય કે, કાશ્મીરમાં આંતરરાષ્ટ્રીય કાયદાઓનું ઘોર ઉલ્લંઘન કરનારા ભારતીય સૈન્ય કર્મીઓને તાલીમ આપવી જોઇએ; અને તેમાં ઇઝરાયેલી દળો દ્વારા ટ્રેનિંગ આપવી જોઇએ નહીં. અરજીમાં ઇઝરાયેલી વિદેશ મંત્રાલયના એવા દાવાને પણ ફગાવી દેવાયો છે જેમાં જણાવ્યું છે કે, ટ્રેનિંગમાં સામેલ ભારતીય સૈન્યના અધિકારીઓની પ્રી-સ્ક્રીનિંગ કરાઇ છે તે યોગ્ય નથી.
Recent Comments