(એજન્સી) બેઈજિંગ, તા.રર
ઈસ્લામાબાદની કાશ્મીર મુદ્દે વિશેષદૂત નીમવાની માગણીને નજરઅંદાજ કરી ચીને શુક્રવારે કહ્યું કે કાશ્મીર સમસ્યા ઉકેલવા ભારત અને પાકિસ્તાને વિપક્ષીય વાતચીત કરવી જોઈએ.
યુનોના કાશ્મીર અંગેના પ્રસ્તાવના અમલ અંગે ઈસ્લામિક સહકાર સંઘ (યુઆઈસી)ના એક પ્રશ્નના જવાબમાં ચીને કહ્યું કે આ મુદ્દો ઈતિહાસ કાળથી ચાલ્યો આવે છે. તેથી તેને ભારત-પાકિસ્તાને સાથે મળી ઉકેલવો જોઈએ.
ચીનના વિદેશમંત્રાલયના પ્રવક્તા લુ-કેન્ગે કહ્યું કે અમારું વલણ કાશ્મીર મુદ્દે સ્પષ્ટ છે. કાશ્મીર મુદ્દો વર્ષોથી પડતર છે. તેથી ભારત-પાકિસ્તાન વાટાઘાટો કરી તેના ઉકેલ માટે પ્રયાસો કરે જેથી આ વિસ્તારમાં શાંતિ અને સ્થિરતા જળવાય.
ગુરૂવારે યુનોની મહાસભાને સંબોધતા પાકિસ્તાનના વડાપ્રધાન શાહીદ અબ્બાસીએ યુનોની બેઠકને સંબોધતા વિશ્વના દેશોને અપીલ કરી હતી કે યુનો કાશ્મીર સમસ્યા ઉકેલવા એક વિશેષ દૂત તૈનાત કરે. કારણ કે આ વિસ્તારના લોકો ઘણી મુશ્કેલીઓ વેઠી રહ્યા છે અને ભારત દ્વારા બેરહેમ અત્યાચારનો ભોગ બની રહ્યા છે.
અબ્બાસના આ નિવેદન બાદ ભારતના પ્રતિનિધિએ પાકિસ્તાનને ટેરરિસ્તાન ગણાવ્યું હતું. ટૂંક ઈતિહાસમાં પાકિસ્તાનનું ભૂગોળ ત્રાસવાદી બની ગયું છે. ભારતના યુનો ખાતેના પ્રતિનિધિ ઈનામ ગંભીરે તેમના સખત શબ્દો સાથેના પ્રવચનમાં કહ્યું હતું કે પાકિસ્તાને અલ-કાયદાના વડા લાદેનને આશરો આપ્યો હતો. તેમજ તાલેબાનના વડા મુલ્લા ઉમર પણ પાકિસ્તાનમાં હતા.
હવે પાકિસ્તાનના તમામ પાડોશીઓ પાકિસ્તાનની વિકૃત, ભ્રામક અને છેતરપિંડીવાળી કરામતથી વાકેફ થઈ ગયા છે. આ સભા અને વિશ્વ સત્યનો વિકલ્પ શોધવાના વૈકલ્પિક પ્રયાસો વાસ્તવિક્તા બદલી નહીં શકે.
તેમણે કહ્યું કે પાકિસ્તાને તેની ભૂમિ પર ત્રાસવાદને પેદા કર્યો છે. પાકિસ્તાન હવે ટેરરિસ્તાન સાથે એક ઉદ્યોગ બની ગયું છે અને વિશ્વમાં ત્રાસવાદનો નિકાસ કરે છે.
પાકિસ્તાનના વડાપ્રધાન અબ્બાસીએ ભારત પર આરોપ મૂક્યો હતો કે તે પાકિસ્તાન સામે ત્રાસવાદી પ્રવૃત્તિઓ કરે છે તેમણે ચેતવણી ઉચ્ચારી હતી કે આવા કોઈપણ પ્રયાસનો સરહદ પર યુદ્ધની માફક જવાબ અપાશે.