(એજન્સી)
નવી દિલ્હી,તા.૧૫
ભારતે જમ્મુ-કાશ્મીર અંગે તુર્કીના રાષ્ટ્રપ્રમુખ રેસેપ તૈયિપ અર્દોગાનની ટિપ્પણીની ટીકા કરતા શનિવારે કહ્યુ છે કે તેઓ ભારતના આંતરિક મામલામાં હસ્તક્ષેપ ન કરો. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યુ કે જમ્મુ-કાશ્મીર અંગે તુર્કીના રાષ્ટ્રપ્રમુખ દ્વારા આપવામાં આવેલા તમામ સંદર્ભોને રદ કરે છે. તેમણે કહ્યુ કે જમ્મુ-કાશ્મીર ભારતનું અભિન્ન અંગે છે, જે તેનાથી ક્યારેય પણ અલગ ન થઈ શકે. જમ્મુ-કાશ્મીર અંગે અર્દોગાનની ટિપ્પણી સંદર્ભે રવીશ કુમારે કહ્યું કે, “ભારત જમ્મુ-કાશ્મીર અંગે તમામ સંદર્ભોને રદ કરે છે. તે ભારતનું અભિન્ન અંગ છે, જે ક્યારેય અલગ ન થઈ શકે. અમે તુર્કીને આગ્રહ કરીએ છીએ કે તે ભારતના આંતરિક મામલાઓમાં હસ્તક્ષેપ ન કરે તેમજ ભારત તેમજ સમગ્ર ક્ષેત્રના માટે પાકિસ્તાનમાંથી જન્મતા આતંકવાદના ગંભીર ખતરા સહિત અન્ય તથ્યો અંગે યોગ્ય સમજ કેળવે. અર્દોગાને શુક્રવારે પાકિસ્તાનની સંસદમાં પોતાના સંબોધન કાશ્મીરીઓના સંઘર્ષની સરખામણી પ્રથમ વિશ્વ યુદ્ધ દરમિયાન વિદેશ શાસન વિરૂદ્ધ તુર્કોની લડાઈ સાથે કરી હતી.
કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનું સમર્થન કરનાર તુર્કીના રાષ્ટ્રપતિને ભારતે કહ્યું : અમારી આંતરિક બાબતોમાં હસ્તક્ષેપ ન કરો

Recent Comments