(એજન્સી)               તા.૬

કાશ્મીર રીડિંગ રૂમ દ્વારા અનુચ્છેદ -૩૭૦ ની નાબૂદી અને ૫, ઓગસ્ટના રોજ ભારત સરકાર દ્વારા કાશ્મીરના વિશિષ્ટ દરજ્જાને એકપક્ષીય રીતે પાછો ખેંચવાના એક વર્ષ સમાપ્તી પર એક રિપોર્ટ જાહેર કર્યો છે.

વકીલો, ડોક્ટરો, શિક્ષણવિદો, સંશોધકો, કર્મશીલો એન પત્રકારો સહિત વર્કિંગ પ્રોફેશનલ્સના ગ્રુપ દ્વારા ૨૦૧૪માં સ્થપાયેલ કાશ્મીર રીડિંગ રૂમ દ્વારા ‘બંદૂકની અણીએ એકતા-જોડાણ’ પર રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. વિશ્વના જુદા જુદા ભાગોમાં આવેલા પ્રોફેશનલ્સની ટીમના સભ્યો દ્વારા ૪, ઓગસ્ટ ૨૦૨૦ના રોજ રાત્રે ૮.૩૦ કલાકે આ રિપોર્ટનું ઓનલાઇન લોંચિંગ કરવામાં આવ્યું હતું.

આ સત્રની મેજબાની લંડનના સાઉથ એશિયા સોલિડારિટી ગ્રુપ દ્વારા સંભાળવામાં આવી હતી કે જ્યાં પ્રો.હમીદા નઇમ, સંજય કાક અને પરવેઝ ઇમરોઝ તેની પેનલ પર હતાં. આ રિપોર્ટના લોંચિંગ પર કેઆરઆરને અભિનંદન પાઠવતા પ્રો.હમીદા નઇમે તેને છેલ્લા એક વર્ષના ઇતિહાસના પ્રથમ મુસદ્દા તરીકે ગણાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે તેમાં એક વર્ષ દરમિયાન થયેલ માનવ અધિકારોના ઉલ્લંઘન, પ્રેસ પર નિયંત્રણો અને કોમ્યુનિકેશન લોકડાઉનની વિગતો જાહેર કરવામાં આવી છે પરંતુ આ મુદ્દાઓ ઉપરાંત અન્ય વિષયોની પણ રિપોર્ટમાં નોંધ લેવામાં આવી છે.

આથી આ વાર્ષિક અહેવાલ માત્ર સામાન્ય લોકો માટે જ નહીં પરંતુ સંશોધકો માટે પણ મહત્વપૂર્ણ છે. તેમણે જણાવ્યું હતું કે લોકડાઉન દરમિયાન લોકોને એ સમજાતું ન હતું કે તેમને સમગ્ર વિશ્વથી એકાએક કેમ વિખુટા પાડી દેવામા ંઆવ્યાં હતા. કેઆરઆર દ્વારા જણાવાયું છે કે આંતરરાષ્ટ્રીય જનજાગૃતિ ઊભી કરવા અને અન્ય સંબંધીત બાબતો માટે ખાસ તૈયાર કરવામાં આવ્યો છે. આ રિપોર્ટ જમ્મુ-કાશ્મીર સંઘર્ષના નિરાકરણમાં મહત્વપૂર્ણ પુરવાર થશે.

(સૌ. : ટુ સર્કલ.નેટ)