(એજન્સી) તા.૩
જમ્મુ-કાશ્મીરમાં નૌકરશાહથી નેતા બનેલા શાહ ફૈસલને જલદી જ મુક્ત કરવામાં આવી શકે છે. અધિકારીઓ અનુસાર સરકારે તેમની વિરુદ્ધ લગાવેલ પબ્લિક સેફ્ટી એક્ટ હટાવી લીધો છે. ઓગસ્ટ ૨૦૧૯માં કેન્દ્ર સરકાર દ્વારા જમ્મુ-કાશ્મીરના વિશેષ દરજ્જાને સમાપ્ત કરાયા પછી ૨૦૧૦ના આઇએએસ ટોપરને કસ્ટડીમાં લઈ લેવાયા હતા.
જમ્મુ-કાશ્મીર સરકારે પૂર્વ આઈએએસ અધિકારી શાહ ફૈસલ અને પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીના એક નજીકના સંબંધી સહિત પીડીપીના બે સભ્યો સામેથી પણ પીએસએ હટાવી લીધો હતો. અધિકારીઓએ આ માહિતી આપી હતી. જમ્મુ-કાશ્મીર પીપુલ્સ મૂવમેન્ટના અધ્યક્ષ ફૈસલ વિરુદ્ધ વિવાદિત પીએસએ ૧૪ મેના રોજ ત્રણ મહિના માટે વધારી દેવાયો હતો.
પણ કેન્દ્ર શાસિત પ્રદેશના ગૃહ વિભાગે બુધવારે એક આદેશના માધ્યમથી હવે તેને રદ કરી દીધો છે. તમને જણાવી દઇએકે ફૈસલને જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો સમાપ્ત કર્યા પછી કસ્ટડીમાં લેવાયો હતો. તેમની વિરુદ્ધ ચાલુ વર્ષે ફેબ્રુઆરીમાં પીએસએનો કેસ નોંધાયો હતો.
ગૃહ વિભાગે પીડીપીના વરિષ્ઠ નેતા સરતાજ મદની અને પીર મન્સૂરી સામેથી પણ પીએસએ હટાવી દીધો છે. મદની એક સરકારી બંગલામાં નેશનલ કોન્ફરન્સના મહાસચિવ અલી મોહમ્મદ સાગર સાથે રહી રહ્યા હતા. તેમની કસ્ટડી પાંચ મેના રોજ ત્રણ મહિના માટે વધારાઈ હતી.
કાશ્મીર : શાહ ફૈસલ અને બે પીડીપી નેતાઓ પરથી પીએસએ હટાવાયો

Recent Comments