(એજન્સી) તા.૧
કાસગંજમાં બેકસૂર મુસ્લિમોના ઘરોના દરવાજા તોડીને યુપી પોલીસે તેમની ધરપકડ કરી રહી છે. જો સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોના દાવાઓને માનીએ તો કાસગંજમાં થયેલી સાંપ્રદાયિક હિંસા દરમ્યાન માર્યા ગયેલા ચંદન ગુપ્તાની હત્યાના મુખ્ય આરોપીની પોલીસ દ્વારા ધરપકડ કરાયા બાદ પોલીસ બીજા આરોપીઓને શોધવા માટે જુદી જુદી જગ્યાઓ પર છાપો મારી રહી છે. સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે, યુપી પોલીસ લોકોના ઘરોના દરવાજા તોડીને નિર્દોષ મુસ્લિમોની ધરપકડ કરી રહી છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે, પોલીસ કથિત રીતે કાસગંજ હિંસા સાથે સંકળાયેલા કેટલાક મુસલમાનોના ઘરોના દરવાજા તોડીને જબરદસ્તીથી તેમને લઈ જઈ રહી છે. ફેસબુક પર ઝાકીર અલી ત્યાગી નામના એક યુઝર્સે આ વીડિયો શેર કરતાં લખ્યું છે કે, કાસગંજ હિંસામાં પ્રથમ વખત મીડિયા નિષ્પક્ષરૂપે સામે આવ્યો. પરંતુ સરકાર નિર્દોષ મુસ્લિમ યુવાનોની ખોટી રીતે ધરપકડ કરવામાં લાગી ગઈ છે.
એક અન્ય યુઝર્સ અનસ નવાબ દ્વારા લખવામાં આવ્યું હતું કે, કાસગંજ હિંસામાં નિર્દોષ માસૂમ મુસ્લિમો બની રહ્યા છે. ગંદા રાજકારણનો શિકાર અલ્લાહ રહેમ કરે. આ ફેસબુક પોસ્ટ તેજીથી વાયરલ થઈ રહ્યો છે, પરંતુ આ વીડિયોની પુષ્ટિ કરવામાં આવી નથી.