(એજન્સી) લખનૌ, તા.૬
ગયા મહિને કાસગંજની હિંસામાં મોતને ભેટેલ ચંદન ગુપ્તા નામના યુવકની બહેને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની મુલાકાત લઈ પરિવારની માગણીઓનો એક પત્ર સુપ્રત કર્યો હતો. ચંદનની બહેને કહ્યું કે યોગી સાથેની બેઠક બાદ તેમણે આ બાબતે કંઈ કહ્યું નથી. માગણીઓનો પત્ર આપ્યો છે કે, પરંતુ તે અંગે તેઓ શું નિર્ણય કરશે તે અમે જાણતા નથી. એક સમાચાર ચેનલના જણાવ્યા મુજબ મંગળવારે સાથે સિંગના માતા અને બહેન એનેક્ષી ખાતે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મળ્યા હતા અને ગુનેગારો સામે સખ્ત કાર્યવાહીની માંગ કરી તપાસ ઝડપી બનાવવા આગ્રહ કર્યો હતો. યુપી સરકારે અગાઉ મૃતકના નજીકના સગાને ર૦ લાખની મદદની જાહેરાત કરી હતી. પ્રજાસત્તાક દિને કાસગંજમાં સંઘ પ્રેરિત ત્રિરંગા યાત્રા દરમિયાન કોમી હિંસા થઈ હતી જેમાં ચંદન ગુપ્તાનું મોત થયું હતું. ચંદન ગુપ્તાની હત્યાના આરોપી રેહત કુરેશીની પોલીસે ધરપકડ કરી હતી. મુખ્ય આરોપી સલીમને હિંસાના બીજા દિવસે પકડી લેવાયો હતો. ગુપ્તાના પરિવારને કેસ અંગે ધમકી મળતાં તેના ઘરની સલામતી વધારી દેવાઈ છે. ચંદનના પિતાને પોલીસ સુરક્ષા અપાઈ છે. સુશીલ ગુપ્તાએ કહ્યું કે, કેટલાક લોકો તેની પાસે આવ્યા હતા અને ધમકી આપી હતી કે આ કેસની આગળ લઈ જશે તો છોડીશું નહીં.