(સંવાદદાતા દ્વારા) જામનગર, તા.ર૧
જામનગર શહેરની હોટલ, રેસ્ટોરન્ટ, પાર્ટી પ્લોટ, અલગ અલગ સમાજની વાડીના પ્રતિનિધિઓ સાથે મ્યુનિ. કમિશનરની અધ્યક્ષતામાં બેઠક યોજવામાં આવી હતી. જેમાં મેક્સીમમ એન્વાયરમેન્ટ પ્રા.લિ. દ્વારા ચેલામાં પીપીપી મોડ આધારિત બનાવાયેલા બાયો ગેસ પ્લાન્ટ અંતર્ગત કિચન બેસ્ટ હોટલ વેસ્ટમાંથી જૈવિક ખાતર તથા વીજળી બનાવવામાં આવનાર છે. આમ, આ કિચન બેસ્ટ/હોટલ વેસ્ટનું કલેક્શન કરવા માટે રૂટ પ્લાન બનાવવામાં આવી રહ્યો છે. આ રૂટ ફાઈનલ થયા પછી તમામ હોટલ, રેસ્ટોરન્ટ, પાર્ટી પ્લોટ અને સમાજ વાડીમાંથી ઉત્પન્ન થનાર વેસ્ટનું કલેક્શન, પ્રોસેસીઝ અને ટ્રીટમેન્ટ કરીને ખાતર તથા મીથેન ગેસ બનાવવામાં આવનાર છે તેમજ ડીબાયોડીગ્રેબલ મટીરિયલ્સમાંથી ભવિષ્યમાં વીજળી પણ ઉત્પન્ન થનાર છે. આ મહત્વાકાંક્ષી પ્લાન્ટ થકી હાલમાં કુલ ૧પ મે. ટન કચરામાંથી ખાતર, ગેસ, તથા વીજળી ઉત્પન્ન થનાર છે અને ભવિષ્યમાં આ પ્લાન્ટનની કેપેસીટી પ૦ મે. ટન સુધી વધારવામાં આવનાર છે. આમ, શહેરની હોટલ, રેસ્ટોરન્ટ, સમાજની વાડીમાંથી નીકળતો કિચન વેસ્ટ નક્કી થયો છે. રૂટ ઉપર નીકળનાર વાહનમાં આપવા આ બેઠકમાં સમજણ આપવામાં આવી હતી.