(એજન્સી) તા.૧
ઉત્તર કોરિયાનો તાનાશાહ સરમુખત્યાર કિમ જોંગ ઉન ગંભીર રીતે બીમાર હોવાની અટકળો વચ્ચે એવા અહેવાલો આવ્યા છે કે તેની બહેન કિમ યો-જોંગ ઉત્તર કોરિયાના શાસનની ધુરા સંભાળી શકે છે. એક ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ કિમ યો-જોંગે પાર્ટીના નેતા તરીકેની બધી જવાબદારીઓ સ્વીકારી લીધી છે. જો કે એક થિંક ટેન્કના અહેવાલ મુજબ તાત્કાલિક રીતે કિમ યો-જોંગના હાથમાં સર્વોચ્ચ સત્તા નહીં આપી જાય તેના માટે એક ચોક્કસ પ્રક્રિયાને અનુસરવું પડશે. નોંધનીય છે કે કિમ જોંગ ઉન ૧પ એપ્રિલના રોજ રાષ્ટ્રના સ્થાપક કિમ ઈલ-સંગની જન્મજયંતિમાં ગેરહાજર રહેતા અનેક અફવાઓ અને અટકળો વહેતી થઈ હતી.