બેજિંગ,તા. ૨૭
ઉત્તર કોરિયાના હમેંશામાં વિવાદમાં રહેનાર નવેતા અને આક્રમક છાપ ધરાવતા કિંમ જોગ ઉન ખુબ જ ગુપ્તરીતે ટ્રેન મારફતે ચીન પહોંચ્યા હોવાના હેવાલ મળ્યા છે. જાપાની મિડિયા દ્વારા આ મુજબની માહિતી આપવામાં આવી છે. તેમની સાથે કેટલાક પ્રતિનિધીઓ હોવાની પણ માહિતી મળી છે. એમ માનવામાં આવે છે કે વર્ષ ૨૦૧૧માં સત્તા સંભાળી લીધા બાદ કિમની આ પ્રથમ વિદેશ યાત્રા છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે તેમની થનાર વાતચીત પહેલા આ વાતચીત ઉપયોગી ગણવામાં આવે છે. કિંમની યાત્રાના સંબંધમાં હાલમાં કોઇ માહિતી મળી શકી નથી. ઉત્તર કોરિયાના અધિકારીઓ પહેલા પણ ચીન પહોંચી ગયા હતા. ઉત્તર કોરિયા દ્વારા એક પછી એક પરમાણુ પરીક્ષણ ગયા વર્ષે કરવામાં આવ્યા બાદ તેના પર વિશ્વના દેશો દ્વારા પ્રતિબંધ મુકવામાં આવ્યા હતા. અમેરિકા અને ઉત્તર કોરિયા વચ્ચેના સંબંધો હમેંશા ખરાબ રહ્યા છે. એક ટ્રેન બેજિંગ પહોંચી છે. આટ્રેન દેખાવવામાં આવી છે જેવી ટ્રેનમાં કિમના પિતા જોંગ ઇલ વર્ષ ૨૦૧૧માં ચીનની યાત્રાએ ગયા હતા. ચીન વિશ્વના દેશોમાં બિલકુલ અલગ પડી ગયેલા ઉત્તર કોરિયાના નજીકના મિત્ર તરીકે ગણવામાં આવે છે. ચીનના વિદેશ મંત્રાલય તરફથી હજુ સુધી કોઇ વાત કરવામાં આવી નથી. ઉત્તર કોરિયાના દુતાવાસ તરફથી પણ કોઇ માહિતી આ સંબંધમાં જાહેર કરવામાં આવી નથી. કેટલાક નિષ્ણાંતોએ કહ્યુ છે કે સ્ટેશન પર ટ્રેનની આસપાસ અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. જેથી એમ લાગ્યુ હતુ કે કિંમ અહીંથી પસાર થઇ રહ્યા છે. કેટલીક ઇમારતોમાં પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો હતો. પોલીસે સાવચેતીના પગલા રૂપે તિયાનમન સ્કવાયર ખાતેથી પ્રવાસીઓને પણ દુર કરી દીધા હતા. કોઇ મહત્વપૂર્ણ બેઠક યોજાય છે ત્યારે આવા પગલા લેવામાં આવે છે. ઉત્તર કોરિયાના વડાના સમાચાર ખુબ ગુપ્ત રખાયા છે.