(એજન્સી) તા.૩૦
કૃષિ કાયદાની વિરૂદ્ધ ખેડૂત આંદોલન હવે ઝડપી થઈ ગયું છે. જયાં એક તરફ ખેડૂત સંગઠનોએ દિલ્હીના સિંધુ બોર્ડર પર જ જમ્યા રહેવાની વાત કહી છે, ત્યાં ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું છે કે તે ખેડૂતોની વાત સાંભળવા માટે તૈયાર છે. આ દરમ્યાન સોશિયલ મીડિયા પર પણ ખેડૂત આંદોલનો અંગે અનેક પ્રકારના પોસ્ટ આવ્યા છે. તેમાંથી કેટલાકમાં તો પ્રદર્શનોને ખાલિસ્તાની સમર્થકો દ્વારા શરૂ કરવામાં આવેલુ બતાવવામાં આવ્યું છે. આવા જ આરોપ પંજાબી અભિનેતા અને ખેડૂત આંદોલનમાં સામેલ રહેતા અભિનેતા દીપ સિદ્ધુ પર પણ લાગ્યા છે. જો કે સોશિયલ મીડિયા પર દીપની એક કલીપ શેર કરવામાં આવી રહી છે. જેમાં બરખાની સાથે ઈન્ટરવ્યુમાં તે કથિત રીતે ભીંડરાવાલેને આતંકી માનવાથી ઈન્કાર કરતા દેખાઈ રહ્યા છે. ઈન્ટરવ્યુમાં દીપ જણાવે છે કે ભીંડરાવાલેએ એક મજબૂત ફેડરલ સ્ટ્રકચર નહીં સંઘર્ષ કર્યું હતું પરંતુ તેની વિરૂદ્ધ આ નેરેટીવ રચવામાં આવ્યું કે તે ટેરરીસ્ટ છે. એક અવસર પર જયારે બરખા જણાવે છે કે ભીંડરાવાલે આતંકી હતા, તો સિદ્ધુ જણાવે છે કે તમારે અને બધાને વાંચવુ જોઈએ કે સત્તા જેને જેવું બતાવવા ઈચ્છે છે, તેને તેવું જ દેખાઈ છે. ઉલ્લેખનીય છે કે સોશિયલ મીડિયા પર મોટી સંખ્યામાં લોકો કિસાન આંદોલનમાં ખાલિસ્તાન સમર્થક શકિતઓના સામેલ થવાનો આરોપ લાગ્યો છે. પ્રસિદ્ધ ફિલ્મમેકર વિવેક રંજન અગ્નિ હોત્રીએ તે વીડિયો ટવીટ કરતા પ્રદર્શનકારીના ખેડૂત હોવા પર શંકા વ્યકત કરી. તેમણે પોતાના એક ટવીટમાં દીપ સિદ્ધુનો વીડિયો પોસ્ટ કર્યો. જેમાં તે એક પોલીસ કર્મચારીને જવાબ આપતા દેખાઈ રહ્યા હતા. તેની પર વિવેકે કટાક્ષ કરતા જણાવ્યું કે, હાહાહા… ગરીબ ભૂમિહિન ખેડૂત, જેની માટે લોકો રડી રહ્યા છે. વિવેકે વીડિયોમાં દેખાઈ રહેલા પ્રદર્શનકારી અંગે બીજા કેટલાક પણ ટવીટ કર્યા છે જેમાં તે ખાલિસ્તાનના સમર્થનમાં દેખાઈ રહ્યા છે. ત્યાં અન્ય કેટલાક પોસ્ટમાં જણાવવામાં આવ્યું કે પ્રદર્શનકારી ખાલિસ્તાન સમર્થક જરનેલસિંહ ભીંડરાવાલેના પોસ્ટ અંગે પ્રદર્શનમાં સામેલ થયા. તે પહેલા હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે જણાવ્યું હતું કે અમારી પાસે ઈનપુટ છે કે કેટલાક ખરાબ તત્વ આ ભીડની અંદર આવ્યા છે. અમારી પાસે તેની રિપોર્ટ છે અત્યારે તેનો ખુલાસો કરવો યોગ્ય નથી.