(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૫
શહેરના કીમથી ચલથાણ સુધી નેશનલ હાઈવે નં.૪૮ને ૬ માર્ગીય કરવા તેમજ જરૂર હોય તથા ઓવર બ્રિજ બનાવવા માટેનો કોન્ટ્રાક્ટ મેળવનાર એજન્સી દ્વારા અત્યંત ધીમી કામગીરી કરતાં વારંવાર અકસ્માતો દુર્ઘટનાઓ થઈ રહી છે. આ દુર્ઘટનાઓ માટે કોન્ટ્રાક્ટર જવાબદાર હોવાથી તેની સામે મોતનો ગુનો નોંધવા માટે આજે સ્થાનિક લોકોએ વિરોધ પ્રદર્શન યોજાયો હતો.
સુરત જિલ્લાના કામરેજ નાગરિક સામે તેના આગેવાનો દ્વારા મળતી માહિતી મુજબ કીમથી-ચલથાણ સુધી નેશનલ હાઈ વે નં.૪૮ને ૬ માર્ગીય તેમજ ઓવર બ્રિજ બનાવવા માટે પ્રતિક કન્સ્ટ્રકશન કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. કોન્ટ્રાક્ટની શરતો મુજબ કામ કરવામાં કોન્ટ્રાક્ટર સદ્દંતર બેદરકાર સાબિત થયેલ છે. ચાલુ કામ દરમિયાન રોડ અધૂરા મૂકતા વારંવાર અકસ્માત થાય છે. ડાયવર્ઝન, પટ્ટા, ચીત્ર, લાઈટ, ડીવાઈડર, ટ્રી પ્લાન્ટ, મેઈનટેન્સની જવાબદારીમાં કોન્ટ્રાક્ટર નિષ્ફળ સાબિત થયો છે. હાઈવે ઉપર મહત્વના ગામો ચલથાણ, ઉંભેળ, વલથાણ, સીમાડી પાટિયા, વાવ, ધોરણપારડી, નવી પારડી વગેરે સ્થળો પર બ્રિજ અંડરપાસ સર્વિસ શરૂ થઈ નથી. જેના લીધે દર પંદર દિવસે અકસ્માતમાં નિર્દોષ લોકો મરે છે. થોડા સમય અગાઉ જ માકણાં-ઉંભેળ ગામના ચાર લોકોનાં મોત થયા છે. કોન્ટ્રાક્ટર યુનિક કન્સ્ટ્રકશનનાં માલિક પિયુષ પહેલ રહે યુનિક હાઉસ, પહેલો માળ, ભટાર ટ્રેડ સેન્ટર સુરત સામે હત્યાનો ગુનો નોંધવા માટે આજે કામરેજ નાગરિક સમિતિ દ્વારા ધરણાં પ્રદર્શન કરવામાં આવ્યા હતા.