સુરત, તા.૨૬
કોસંબા પાટીયા પાસે મૂળ યુપીની શ્રમજીવી મહિલા પતિ અને પુત્ર સાથે રહે છે. પતિ બેકાર છે અને પત્નીના ચારિત્ર્ય પર શંકાને લઈને અવાર નવાર મારઝૂડ કરતો હતો. દરમિયાન આજે સવારે કામ પર જતી પત્નીને કીમ નજીક ઝાડી જંગલમાં લઈ જઈને પતિએ ફટાકાથી માર માર્યો હતો. ત્યારબાદ તડફડતી હાલતમાં પત્નીને છોડીને ફરાર થઈ ગયો હતો. લાચાર અને દર્દથી પીડિત મહિલાની ચિચયારી સાંભળી રાહદારી મદદે દોડી આવ્યો હતો. ત્યારબાદ ૧૦૮ની મદદથી મહિલાને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. સિવિલ હોસ્પિટલ ખસેડાયેલી મહિલાએ વ્યથા વર્ણવતા જણાવ્યું હતું કે, ચારીત્ર્ય પર શંકા રાખી પતિ અવાર-નવાર માર માર્યા કરે છે. ત્યારબાદ ભાગી જાય છે. કામ પર કેમ જાય છે કહી માર માર્યા કરે છે. અત્યાચારી પતિથી પોલીસ પણ થાકી ગઈ છે.