માંગરોળ, તા.૧૬
સુરતની ઓપરેશન ગ્રુપની ટીમે, માંગરોળ તાલુકાના કીમ ચારરસ્તા વિસ્તારમાં આજે રેડ કરતા ટીમને પાંચસો જેટલી વિદેશી દારૂની પેટીઓ ઝડપી પાડવામાં સફળતા મળી છે જેની અંદાજિત કિંમત ચાલીસ લાખ રૂપિયાથી વધુ થાય છે. આ વિસ્તાર માંગરોળ તાલુકાની પાલોદ આઉટ પોલીસ ચોકીના વિસ્તારમાં આવે છે અને આ આઉટ પોલીસ ચોકીનો માંગરોળ તાલુકાના કોસંબા પોલીસ મથકમાં સમાવેશ કરવામાં આવેલો છે ઓપરેશન ગ્રુપ ટીમે આ માલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
કીમ ચારરસ્તા વિસ્તારમાંથી પાંચસો પેટી દારૂ ઝડપાયો

Recent Comments