(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૪
કીમ-પીપોદરા જીઆઈડીસીમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે બે વ્યક્તિઓ દાઝી જતા હોસ્પિટલમાં ખસેડાયા હતા. નેશનલ હાઈવે પર આવેલી પીપોદરા જીઆઈડીસીમાં સવારના સમયે ભીષણ આગ ફાટી નીકળી હતી. બાયો ડીઝલના ગોડાઉનમાં લાગેલી ભીષણ આગમાં બે વ્યક્તિ દાઝી ગયા હતા, જેથી આસપાસમાં ભયનો માહોલ પેદા થયો હતો. આગ પર કાબૂ મેળવવા માટે સુરત સહિત બારડોલી ફાયર સ્ટેશનની મદદ લેવાઈ હતી. જેમણે પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. પીપોદરા જીઆઈડીસીમાં આવેલા બાયો ડીઝલના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. જેથી આસપાસમાં ભયનો માહોલ પેદા થયો હતો. આગ પર કાબૂ મેળવવા માટે સુરતના મોટા વરાછા, કામરેજ અને બોરડોલીના ફાયર સ્ટેશનની મદદ લેવામાં આવી હતી. ફાયરબ્રિગેડની ગાડીઓએ પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. બાયો ડીઝલના ગોડાઉનમાં લાગેલી આગના કાળા ધૂમાડા દૂર-દૂર સુધી દેખાયા હતા. જેથી સ્થાનિકો અને રસ્તા પરથી પસાર થતાં લોકોમાં પણ ભયનો માહોલ પેદા થયા હતો. આગમાં બે વ્યક્તિ દાઝી જતાં તેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.