પાલડીમાં કુતરાને ઈજા પહોંચાડાનારા યુવકને સમજાવા ગયેલી મહિલાને ધમકી
દીપાબેન જોશીએ પાલડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, માર્કંડ નામના વ્યક્તિએ સોસાયટીમાં રખડતા કૂતરાને મારમાર્યો હતો જે અંગે તેમને રોકતા તેમને વચ્ચે નહીં પડવા કહ્યું હતું. ફરિયાદી દીપાબેન એનિમલ વેલફેર માટે કામ કરતી નમસ્તે ફાઉન્ડેશન સાથે સંકળાયેલી સંસ્થા સાથે જોડાયેલા છે. થોડા સમય અગાઉ એક વ્યક્તિએ રખડતા કુતરા પર એક્ટિવા ચડાવ્યું હતું. જેથી કુતરાને પગમાં ઈજા થઈ હતી. આ બનાવ અંગે તેમણે તે યુવકને ઠપકો આપતા તેણે દીપાબેનને અને તેમની સાથેના લોકોને ધમકી આપી હતી. જેથી દીપાબેને આ અંગે પાલડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. હાલ પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
Recent Comments