માંગરોળ,તા.ર૩
માંગરોળ તાલુકાના કુંવરદા ગામે આવેલ બ્લોક નંબર ૩૦૬-૩૦૭-૩૦૯-૩૧૦-૩૧૧ પૈકી અને ૩૧ર માંથી પસાર થતી કુદરતી પાણીના નિકાલની કોતરમાં પુરાણ માટે, કુંવરદા ગ્રામ પંચાયત હસ્તકની સરકારી તળાવવાળી બ્લોક નંબર-૮૧૪ વાળા જમીનમાંથી ગેરકાયદેસર ખોદકામ કરી રોયલ્ટીની ચોરી કરવામાં આવી હતી.
આ અંગેની ફરિયાદ પ્રભાતસિંહ સંપતસિંહ નકુમે મામલતદાર, માંગરોળને કરી હતી. ત્યાર બાદ, માંગરોળ મામલતદાર કચેરી દ્વારા આ ફરિયાદની તપાસ કરવામાં આવી હતી. સાથે જ પ્રભાતસિંહ નકુમે આ પ્રશ્ને નામદાર ગુજરાત હાઈકોર્ટમાં સ્પે.ક્રિમિનલ એપ્લીકેશન નંબર-૭૪૭૪/- ૧૭ દાખલ કરી હતી. નામદાર હાઈકોર્ટે આક્ષેપો રજૂઆતો ધ્યાને લઈ માંગરોળ, મામલતદારને આ પ્રશ્ને પોલીસ એફઆઈઆર દાખલ કરવા જણાવ્યું હતું સુરત ખાણ ખનીજ વિભાગના પત્ર નંબર એસ/પરમીટ/ ૧પ-૧૬ ૪૬૬પ તા.ર૦-૧ર-ર૦૧પ અન્વયે તા.ર૧-૧૦-૧પથી તા.૮-ર-ર૦૧૬ સુધી એટલે કે પ૦ દિવસ માટેની પરવાનગી આપી હતી, છતાં પરમીટ ધારક હરેશ જીવરાજ પ્રજાપતિએ વધુ માત્રામાં માટીનું ખોદકામ કરી ગુજરાત ગૌણ ખનિજ કાયદા હેઠળનો ભંગ કરેલ છે જેથી સરકાર પક્ષે આર્થિક નુકસાન કરેલ છે તદઉપરાંત ખોદકામ કરેલ માટી બીનખેતીની જમીન તથા કોતરમાં નાંખી રોયલ્ટીની ચોરી કરવામાં આવેલ છે જેથી નામદાર ગુજરાત હાઈકોર્ટે તા.૬-૧ર-ર૦૧૭ના કરેલા હુકમમાં આપેલ પોલીસ એફઆઈઆર દાખલ કરવાની સૂચના અને સંદર્ભ દર્શિત પત્ર-૧થી મળેલ સૂચના અન્વયે ભુસ્તર શાસ્ત્રી ભુસ્તર શાખા, સુરતના ખરામર્શમા રહી આગળની કાર્યવાહી કરવા તારીખ ૧૬-૩-ર૦૧૮ના માંગરોળના, મામલતદાર એ.બી. કોળીએ, નાયબ મામલતદાર માંગરોળ (મહેસુલ)નાં જી.ડી. અંજારાને અધિકૃત કર્યા છે જે નામદાર હાઈકોર્ટે આપેલ હુકમ મુજબ આગળની કાર્યવાહી કરશે.