(એજન્સી) કુવૈત, તા.૩
કુવૈતના નાણામંત્રીએ મંત્રાલયના ઉપસચિવ અને અન્ય પાંચ અધિકારીઓએ ગયા અઠવાડિયે રાજીનામું આપતા નવા વરિષ્ઠ અધિકારીઓની નિમણૂંક કરી છે.
અસીલ અલ-સાદ અલ-મુનીફીને હાલના મદદનીશ સચિવ ઉપરાંત ઉપ સચિવનો હોદ્દો બજેટ બાબતો માટે આપવામાં આવ્યો છે. બુધવારે મંત્રાલયના ૬ કર્મચારીઓએ પત્ર લખ્યો હતો જેમાં એમણે લખ્યું હતું કે, તેઓ આ વર્ષે મંત્રાલયમાં સ્ટાફની ફેરબદલ અને નીતિઓમાં મતભેદોના વિરોધમાં પોતાનું રાજીનામું આપે છે. નાણામંત્રીએ એમનું રાજીનામું સ્વીકાર્યું હતું. કુવૈતના નવા એમીર શેખ નાવાફ અલ-અહમદ અલ-સબાહ હાલમાં ખૂબ જ આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યા છે. તેલની ઘટેલ કિંમતો અને કોવિડ-૧૯ના લીધે દેશની અર્થવ્યવસ્થા ડગમગી ગઈ છે અને જે નાણાં હતા એ પણ ઘટી ગયા છે. સંસદે વારંવાર બિલો રોક્યા છે જે આંતરરાષ્ટ્રીય દેવા ચૂકવવા માટે પસાર કર્યા હતા. કુવૈતમાં સંસદીય ચૂંટણીઓ ૫મી ડિસેમ્બરે યોજાવાની છે. આ અખાતી દેશમાં નિખાલસ સંસદ છે જેમાં વારંવાર કેબિનેટ અને સંસદ વચ્ચે સંઘર્ષ થાય છે જેના લીધે સરકારે ફેરબદલ કરવી પડે છે અને સંસદ ભંગ કરવી પડે છે જેના પરિણામે આર્થિક સુધારાઓ અટકે છે અને એ સાથે રોકાણો પણ ઘટે છે.