(સંવાદદાતા દ્વારા) જામનગર, તા.૨૦
કાલાવડના છતર ગામના એક ખેડૂત પોતાના ખેતરના કૂવામાં પંપ ફીટ કરવા ઉતર્યા હતા, ત્યારે અકસ્માતે લપસી પડતા તેઓનું કૂવામાં ડૂબી જવાથી મૃત્યુ થયું છે, જ્યારે સિક્કાના યુવાનને હૃદયરોગ તથા ભાણવડના કલ્યાણપરના યુવાનને શ્વાસ, ડાયાબિટીસની બીમારી ભરખી ગઈ છે. કાલાવડ તાલુકાના છતર ગામમાં રહેતા નરેશભાઈ હીરાભાઈ રાઠોડ નામના ૨૮ વર્ષના ચારણ યુવાન સીમમાં આવેલી પોતાની વાડીના કૂવામાં ગઈકાલે પંપ ફીટ કરવા માટે ઉતર્યા હતા. આ વેળાએ તેઓ અકસ્માતે કૂવામાં પડી જતા ત્યાં હાજર વ્યક્તિઓએ નરેશભાઈને બહાર કાઢી કાલાવડની હોસ્પિટલમાં ખસેડ્યા હતા, પરંતુ વધુ પડતું પાણી પી ગયેલા નરેશભાઈને ફરજ પરના તબીબે મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. હાજાભાઈ માણસુરભાઈ રાઠોડે પોલીસને જાણ કરી છે. જમાદાર વી.ડી. ઝાપડિયાએ મૃતદેહનું પીએમ કરાવ્યું છે.
કૂવામાં પંપ ફીટ કરતી વેળાએ લપસી પડેલા ખેડૂતનું ડૂબી જતાં મોત

Recent Comments