(એજન્સી) બેંગ્લુરૂ, તા. ૭
કર્ણાટક રાજ્ય રિયાઠા સંઘના પ્રમુખ કે. ચંદ્રશેખરે કહ્યું હતું કે, વિવાદાસ્પદ ત્રણ કૃષિ કાયદાઓ રદ કરવાના સમર્થનમાં તેમની વિરૂદ્ધ અપાયેલા ૮મીના બંધમાં સમગ્ર કર્ણાટકમાંથી હજારો ખેડૂતો જોડાશે. ચંદ્રશેખરે પત્રકારોને જણાવ્યું હતું કે, બેંગ્લુરૂને બાદ કરતાં રાજ્યના તમામ શહેરો તથા નગરોમાં મંગળવારે રહેનારા બંધમાં ખેડૂત સંગઠનોના આશરે ૩૦૦ સભ્યો જોડાશે. બેંગ્લુરૂમાં બુધવારે તર્કસંગત બંધ હોવાથી તેને બાકાત રખાયું છે. તેમણે કહ્યું કે, તમામ સભ્યો રાજ્યના બધા શહેરો તથા ગામોમાં બંધ પાળશે અને કાયદાઓ રદ કરવાની માગને સમર્થન કરતાં આખા દિવસના બંધ માટે કામ કરશે. તેમણે કહ્યું કે, સપ્ટેમ્બરમાં કેન્દ્ર સરકાર દ્વારા લવાયેલા એપીએમસી બિલ તથા જમીન બિલનો પણ તેઓ વિરોધ કરે છે આ બિલો ખેડૂતોના કલ્યાણ વિરોધી છે.