(એજન્સી) તા.ર૧
હવે મને સમજાવા લાગ્યું છે કે લોકપ્રિયતા કે રાજકીય લોકપ્રિયતાને આવડત, ક્ષમતા અને બુદ્ધિ સાથે સ્નાન સૂતકનો પણ સંબંધ નથી, એટલું જ નહીં પરંતુ શિક્ષણ પણ લોકોમાં સામાન્ય બુદ્ધિ પેદા કરી શકે નહીં. જેના બે ઉદાહરણ છે, એક નરેન્દ્ર મોદી અને બીજા મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ.
નરેન્દ્ર મોદી અલબત્ત જંગી બહુમતીથી ચૂંટણી જીતી શકે છે, પરંતુ તેમણે જે રીતે દેશનું સંચાલન કર્યું હતું તે આજે દર્શાવે છે કે દેશ ભોંય ભેગો થઇ ગયો છે. મોદીના શાસનમાં દેશના અર્થતંત્રનો વૃદ્ધિદર -૨૩.૫ ટકા નોંધાયો હતો. દેવેન્દ્ર ફડણવીસે પણ તેમના મુખ્યમંત્રીપદના આરંભથી જ તમના કેટલાંક વરિષ્ઠ નેતાઓ સહિત લગભગ બધાને જ મૂર્ખ બનાવવા સિવાય બીજું કોઇ કામ કર્યું નહોતું, જેનું આજે તે પરિણામ ભોગવી રહ્યા છે. આજે ફડણવીસ રાજકીય ફલકની એક ઉંચી અભરાઇએ મૂકી દેવાયા છે. હવે દેશની આર્થિક અધોગતિ માટે તેમણે મોદીની અણઆવડત અને અણઘડ શાસન પદ્ધતિ બદલ વર્લ્ડ બેંકના ભૂતપૂર્વ અર્થશાસ્ત્રી અને રિઝર્વ બેંકના ભૂતપૂર્વ ગવર્નર ડો.મનમોહનસિંઘ ઉપર દોષનો ટોપલો ઢોળી દેવો જોઇએ. શિવસેનાના નેતા સંજય રાઉતે એક વાર મને કહ્યું હતું કે ચૂંટણી જીતવી અને સ્થિતિને સમજવી તથા લોકોની તકલીફોને સમજવી એ બાબતમાં આભ-જમીનો ફેર છે. રાઉતે શરદ પવારના સંદર્ભમાં તે વાક્ય કહં હતું. શરદ પવારે લબત્ત લોસભાની ચૂંટણીમાં છી બેઠકો જીતી હશે, પરંતુ રાજ્ય અને દેશની સ્થિતિને તેમનાથી વધુ કોઇ રાજકીય નેતા સમજી શક્યો નથી. લોકડાઉન ઉઠાવવાની શરૂઆતથી તેના ઘણા સમય પહેલાં પવારે મહારાષ્ટ્રના અર્થતંત્રને બેઠુ કરવાની યોજના તૈયાર કરી નાંખી હતી, અને આજે તેમની એ યોજના કારગત નિવડી છે. જ્યા સુધઈ ડો.મનમોહનસિંઘની વાત છે તે તે પોતે શહેર કેન્દ્રી શિક્ષણવિદ હતા ને વર્લ્ડ બેંકનો પ્રભાવ ધરાવતા અર્થશાસ્ત્રી હતા. તેમની સરકારની નીતિ ગ્રામ્ય વિકાસલક્ષી હતી અને તેમના શાસનકાળ દરમ્યાન પણ ગ્રામ્ય. વિસ્તારના અર્થતંત્ર ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો. ખેડૂતોની લોન માફી અને ગ્રામ્ય વિસ્તારના લોકોને રોજગારની ખાતરી આપતી તેમની યોજના તરત જ યાદ આવી જાય તેમ છે, તેમ છતાં તમે એવું કહી શકો નહીં કે ડો.મનમોહનસિંઘના શાસનકાળ દરમ્યાન શહેરી વિસ્તારના લોકોને તકલીફો ભોગવવી પડી હતી. ખરેખર તો એમ કહી શકાય કે ડો.મનમોહનસિંઘના ૨૦૦૪ થી ૨૦૧૪ સુધીના દસ વર્ષના શાસનકાળ દરમ્યાન મધ્યમવર્ગ સૌથી સુખી હતો.
જો કે મુસ્લિમોની હત્યાઓ કરવી, બંધારણીય સંસ્થાઓને ખતમ કરી નાંખવી, રાજકીય હરિફો (નહેરૂ-ગાંધી પરિવાર)ની આકરી ટીકા કરવા જેવી બાબતો જનમાનસ ઉપર આવડતની તુલનાએ વધુ અસર કરે છે અને વધઉ પ્રભાવ ઉભો કરી શકે છે, જેના પરિણામ સ્વરૂપ ડો.મનમોહનસિંઘે લોકોના ખિસ્સામાં સીધા નાણાં પહોચાડ્યા હોવા છતાં ભાજપ ચૂંટણીઓ જીતી ગયો હતો.
હવે કેન્દ્રની ભાજપ સરકાર ગ્રામ્ય અને શહેરી એમ એકસાથે બંને પ્રદેશોના અર્થતંત્રની હત્યા કરવા કટિબદ્ધ બની હોય તેમ લાગે છે. કૃષિ લક્ષી ત્રણ ખરડાઓ સંસદમાં પસાર થઇ ગયા જેના વિરોધમાં ભાજપના સાથી પક્ષ અકાલીદળે તેની સાથએ છેડો ફાડી નાંખ્યો અને અકાલીદળના મંત્રી હરસિમરતકૌરે કેન્દ્રિય કેબિનેટમાંથી પોતાનું રાજીનામું ધરી દીધું. આ ત્રણ ખરડાના વિરોધમાં હરિયાણા અને પંજાબમાં ખેડૂતો રસ્તાઓ ઉપર ઉતરી આવ્યા અને કેન્દ્ર વિરુદ્ધ આંદોલન શરૂ કરી દીધું છે જેમાં સરકારની સ્પષ્ટ અણઆવડત દેખાય છે.
ખેડૂતોને તેઓની ખેત પેદાશોના શ્રેષ્ઠતમ ભાવ મળે એમ દરેક ઇચ્છે છે, પરંતુ ખેડૂતો પાસેથી લઘુતમ ટેકાના ભાવે ખેત પેદાશો ખરીદતી છઁસ્ઝ્રનું નામોનિશાન મિટાવી દેવું અને ખેડૂતોને કોર્પોરેટ કંપનીઓની દયા ઉપર છોડી દેવાથી ખેડૂતો અને વેપારીઓ એમ બંનેનો મરો થશે, કેમ કોર્પોરેટ કંપનીઓ વેપારીઓને પણ નહી ફાવવા દે અને ખેડૂતોને પણ નહી ગાંઠે.