(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૫
કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે આત્મનિર્ભર ભારત પેકેજ અંતર્ગત ખેતી અને કૃષિ સાથે જોડાયેલા ક્ષેત્રને ૧,૬૩,૩૪૩ કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. નાણા મંત્રીએ આત્મનિર્ભર ભારત પેકેજ અંતર્ગત ૧૧ ઉપાયોની ઘોષણા કરી છે જેમાં ૮ મૂળભૂત માળખાને મજબૂત કરવા, ક્ષમતા અને સારી લોજિસ્ટિકના નિર્માણથી સંબંધિત છે જ્યારે બાકી ત્રણ શાસન અને વહીવટી સુધારા સંબંધિત છે. આ ઉપરાંત નાણામંત્રીએ આવશ્યક વસ્તુ અધિનિયમ ૧૯૫૫ના નિયમોમાં સંશોધન કરવાની જાણકારી આપી હતી. નાણાં મંત્રી નિર્મલા સીતારામણે કૃષિ, ડેરી, પશુ સંવર્ધન, માછીમારી, ફૂડ પ્રોસેસીંગ ઉદ્યોગ માટે રાહતો જાહેર કરી હતી. ખેતીવાડી માટે ૧૧ મુદ્દાનું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. ખેડૂતો પૂર, દુષ્કાળનો સામનો કરે છે. ભારતમાં સૌથી વધુ દૂધનું ઉત્પાદન થાય છે. માછીમારી ઉફત્પાદનમાં પણ ભારત આગળ છે. ખેડૂતોના કલ્યાણ માટે મોદી સરકારે અત્યારસુધીમાં અનેક વિવિધ પગલા ભર્યા છે. છેલ્લાં બે મહિનામાં ખેડૂતોના ખાતામાં ૨-૨ હજાર જમા કરવામાં આવ્યાં છે. ૭૪,૩૦૦ કરોડના કૃષિ ઉત્પાદનો ટેકાના ભાવે ખરીદવામાં આવ્યાં છે. લોકડાઉનમાં દૂધની માગ ૨૦થી ૨૫ ટકા ઘટી છે. દૂધને ફેંકી દેવાની ફરજ પડી છે. એમ કહીને તેમણે કહ્યું કે તેમ છતાં ૩૬૦ લાખ લીટર દૂધની ખરીદી સામે ૫૬૦ લાખ લીટર દૂધ ખરીદીને ૨ કરોડ ખેડૂત-પશુપાલકોને ૫ હજાર કરોડની મદદ આપવામાં આવી છે. એક લાખ કરોડના ફંડની રચના ખેડૂતોને વિકાસ માટે કરવામાં આવી છે. કૃષિ ઉત્પાદનને રાખવા માટે કોલ્ડ ચેઇન અને આંતરમાળખાકિય સુવિધા ઊભી કરાશે. લોકલ ઉત્પાદને ને ગ્લોબલ સુધી પહોંચાડવા માટે ફૂડ એન્ટરપ્રાઇઝ માટે ૧૦ હજાર કરોડનું ફંડ રચાશે. પૂર્વોત્તરના વાંસ ઉદ્યોગને પણ લાભ મળશે. ૨ લાખ એકમોને લાભ મળશે. જેની સાથે જોડાયેલા લાખો લોકોને રોજગારી મળશે. પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના હેઠળ ૫૫ લાખ લોકોને રોજગારી મળશે.૨૦ હજાર કરોડ ફાળવાશે. માછીમારોને તેનો લાભ મળશે. નવી હોડી ખરીદવા લોન મળશે. પાંચ વર્ષમાં ૭૦ લાખ ટન માછીમારીનું ઉત્પાદન થશે. ૧ લાખ કરોડની નિકાસ થશે. પશુઓના રસીકરણ માટે ૧૦૦ ટકાનો લક્ષ્યાંક મૂકવામાં આવ્યો છે. તમામ પશુઓનું રસીકરણ કરાશે.૧૩ હજાર કરોડ કરતાં વધારે રકમ ફાળવાઇ છે. ભારતમાં સૌથી વધુ પશુધન છે. ડેરી ઉદ્યોગના વિકાસ માટે ૧૫ હજાર કરોડ ખર્ચાશે. જે પશુ સંવર્ધન માટે પણ વપરાશે.હર્બલ ખેતી માટે ૪ હજાર કરોડની યોજના જાહેર કરવામાં આવી છે. ૧૦ લાખ હેક્ટરમાં હર્બલ ખેતી થશે. ૫ હજાર કરોડની આવક ખેડૂતોની થશે. લોકડાઉનમાંકોરોનાથી બચવા માટે હર્બલ પ્રોડક્ટ પર ભાર મૂકાયો છે. ગંગાના કિનારા વિસ્તારમાં પણ હર્બલ ખેતી થશે. મધમાખી ઉછેર માટે ૫૦૦ કરોડની યોજના જાહેર કરવામાં આવી છે., ૨ લાખ મધમાખીપાલકોને લાભ મળશે. બટાટા-ટમાટા-ડુંગળીના ઉછેર માટે ૫૦૦ કરોડની યોજના છે. ૬ મહિના માટે પાયલોટ યોજના છે. ફળફળાદિનો પણ તેનો લાભ મળશે. કૃષિ ઉપજના પૂરવઠાને પહોંચાડવા માટે ખેડૂતોના હિતમાં આવશ્યક સેવા કાયદામાં સુધારો કરાશે. ખેડૂતો તેનો માલ નિયત મંડીના બદલે પસંદગીના સ્થળે વેચી શકે તે માટે કેન્દ્રીય કાયદામાં સુધારો કરાશે. નિયંત્રણો દૂર કરાશે. ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળશે. આવક બમણી થશે. ખેતબજાર સેક્ટરમાં ફેરફાર થશે. ખેડૂત કોઇપણ રાજ્યમાં માલ વેચી શકશે.

કઇ કઇ મોટી જાહેરાત

• ખેડૂતો, ડેરી, ફૂડ પ્રોસેસિંગ, માછીમારી અને ખેતી માટે આજે પેકેજની જાહેરાત કરવામાં આવી છે.
• નાના, મધ્યમ ખેડૂત ૮૫ ટકા વાવેતર ધરાવે છે.
• પૂર અને દુષ્કાળ વચ્ચે ખેડૂતો શ્રેષ્ઠ કામગીરી કરે છે
• દેશમાં દૂધ, જૂટ અને કઠોળનું સૌથી વધુ ઉત્પાદન થાય છે
• દરરોજ ૫૬૦ લાખ લિટર દૂધ ખેડૂતો પાસેથી ખરીદવામાં આવે છે.
• દૂધ ઉત્પાદકોને ૫ હજાર કરોડ રૂપિયાની વધારાની ચુકવણી કરવામાં આવી હતી.
• ક્રેડિટ કાર્ડથી ખેડૂતોને મોટો ફાયદો થઈ રહ્યો છે.
• બે મહિનામાં ખેડૂતોને રૂ. ૧૮૭૦૦ કરોડ આપવામાં આવ્યા છે.
• ખેડૂતો પાસેથી ૩૦૦૩૦૦ કરોડના પાકની ખરીદી કરવામાં આવી છે.
• કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવા માટે એક લાખ કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે.
• આનાથી કૃષિ પેદાશોને દેશની બહાર મોકલવામાં મદદ મળશે.
• સહકારી અને કૃષિ પ્રારંભ, કોલ્ડચેનને જંટ્ઠહઙ્ઘભા રહેવામાં મદદ કરવામાં આવશે
• પાક વીમા યોજનામાં આપવામાં આવેલ ૬૪૦૦ કરોડ
• દેશમાં આરોગ્ય અને સુખાકારી સંબંધિત ઉત્પાદનોનું ઉત્પાદન કરવા માટેનું ક્લસ્ટર
• કાર્બનિક અને હર્બલ ઉત્પાદનો માટે ૧૦ હજાર કરોડની સહાય
• પીએમ મત્સ્ય સંપદા યોજના માટે ૨૦ હજાર કરોડ
• મરીન ફિશરીઝ ઈન્ફ્રાસ્ટ્રક્ચર .ભા રહેશે
• મત્સ્યોદ્યોગમાં મદદ કરશે
• ૭૦ લાખ ટન વધારાના ઉત્પાદનની અપેક્ષા છે
• ગાય, ભેંસ, બકરી ઉત્પન્ન કરતા પ્રાણીઓને રસી આપવામાં આવશે
• આ પ્રાણીના મોં અને ખૂફથી થતાં રોગોને દૂર કરશે
• ૧૩૩૪૭ કરોડ, ૫૩ હજાર કરોડ પ્રાણીઓના પેકેજને રસીકરણનો લાભ મળશે
• ડેરી ઉત્પાદનોના વૈશ્વિક માર્કેટિંગ માટે પેકેજની જાહેરાત
• હર્બલ ર્ફામિંગ માટે ચાર હજાર કરોડ રૂપિયાની જોગવાઈ, ૧૦ લાખ હેક્ટરમાં વાવેતર કરાશે
• પાંચ હજાર કરોડ રૂપિયા ખેડૂતોની આવક થશે
• મધના ઉછેર માટે ૫૦૦ કરોડનું પેકેજ
• ૨ લાખ મધ ઉછેર ખેડૂતોને લાભ થશે
• અન્ય ફળો અને શાકભાજી ટીએએમ (ટામેટા, ડુંગળી બટેટા) યોજના હેઠળ લાવવામાં આવ્યા છે.
• નૂર અને કોલ્ડ સ્ટોરેજ માટે સરકારને ૫૦-૫૦ ટકા સબસિડી આપવામાં આવશે
• સરકાર ઇએસએમએ, ૧૯૫૫ કાયદામાં સુધારો કરવા જઈ રહી છે.
• તેમાં તેલીબિયાં, કઠોળ, ટામેટાં, બટાટા અને તેલ જેવા અનાજને બાકાત રાખવામાં આવી રહ્યા છે, જેથી ખેડૂતો તેમને વિદેશમાં વેચી શકે.
• જો જરૂરી હોય તો આ ફૂડ પ્રોડક્ટ્‌સને ઈજીસ્છ કાયદા હેઠળ લાવી શકાય છે.
• ખેડૂતોને અધિકાર છે કે તેઓ પોતાની પેદાશ કોઈપણ અને દેશમાં ક્યાંય પણ વેચવા સક્ષમ હશે.
• આ માટે સરકાર કાયદામાં સુધારો કરવા જઈ રહી છે.

કોરોના અંગેના ૧૦ મુખ્ય સમાચારઃ કેન્દ્રએ ર૦ હજાર કરોડ માછીમારો અને ૧પ હજાર કરોડ ડેરી ઉદ્યોગ માટે ફાળવ્યા

૧. શુક્રવારના સવાર સુધીમાં દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાનાં નવા ૨,૬૪૯ કેસ નોંધાયા, ૧૦૦નાં મોત
૨. સુપ્રીમ કોર્ટે સ્થળાંતર મજૂરો માટે દાખલ કરેલી અરજીને ફગાવી દીધી છે. જેમાં કહેવામાં આવ્યું હતું કે, દેશના તમામ જિલ્લા મેજિસ્ટ્રેટ્‌સને તાત્કાલિક રાહદારીઓને ઓળખવા અને તેમના ઘરોમાં સલામત માર્ગ પહોંચાડવા માટે મદદ કરે સાથે સુનિશ્ચિત કરવા સૂચના આપવામાં આવે. ‘આપણે તેમને ચાલતા કેવી રીતે રોકી શકીએ. કોણ ચાલે છે અને કોણ નથી ચાલી રહ્યું તેનું નિરીક્ષણ કોર્ટ માટે અશક્ય છે.’ બેન્ચે કહ્યું.
૩. આસામના મુખ્યમંત્રી સરબંદા સોનોવાલ કેન્દ્રને પત્ર લખી માગ કરી કે, ૧૭ મે બાદ લોકડાઉનને બે અઠવાડિયા સુધી લંબાવવામાં આવે.
૪. મહારાષ્ટ્રમાં મુંબઈ, પૂણે સહિત હોટસ્પોટ વિસ્તારોમાં ૩૧ મે સુધી લોકડાઉન લંબાવાયું.
૫. નાણામંત્રીએ ૨૦ લાખ કરોડના આર્થિક પેકેજનું ત્રીજુ ચરણ રજૂ કર્યું. કેન્દ્રએ ર૦ હજાર કરોડ માછીમારો અને ૧પ હજાર કરોડ ડેરી ઉદ્યોગ માટે ફાળવ્યા.
૬. કોરોના સંકટ વચ્ચે ભારતને મળશે ૭૫૦૦ ડૉલરનું પેકેજ : વિશ્વ બેંક
૭. પીએમ મોદી સાથે ચર્ચામાં બિલ ગેટ્‌સે કહ્યું, કોરોના સામે લડવામાં ભારતની ભૂમિકા મહત્વપૂર્ણ છે.
૮. સાત કલાક સુધી સેંધવા વિસ્તારમાં ભૂખ્યા મજૂરોએ પથ્થરમારો કર્યો, અધિકારીઓએ જીવ બચાવી ભાગ્યા.
૯. હરિયાણા આવશ્યક સેવા સાથે જોડાયેલા લોકોને રોકશે નહીં, હાઇકોર્ટએ લેખિતમાં આપ્યું, ઇ-પાસ બતાવવું પડશે.
૧૦. દુનિયામાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા ૪૪.૪૦ લાખ થઈ, ત્રણ લાખ લોકોએ જીવ ગુમાવ્યો.