(એજન્સી) પટના, તા.૧૪
ઘણા લોકોએ વિવાદિત કૃષિ કાયદાઓને કૃષિમાં મુક્ત બજાર પૂરું પાડવા તરફનું એક મુખ્ય પગલું ગણાવ્યું છે. સરકારે પણ આ કથામાં ફાળો આપ્યો છે કે આ કાયદાઓથી ખેડૂતોને મોટા વેપારીઓ અને કૃષિ-વ્યવસાયો સાથેના શ્રેષ્ઠ સોદાની “મુક્તપણે” વાટાઘાટો કરવાની મંજૂરી મળશે.
આ કથા સાથેની સમસ્યા એ છે કે કૃષિમાં મુક્ત બજાર એ એક દંતકથા છે જે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય વેપારના સંદર્ભમાં વારંવાર ફેલાવામાં આવે છે. વાસ્તવિકતા એ છે કે મોટાભાગના અર્થતંત્રમાં, કૃષિ બજારો સરકારો અને/અથવા ઇજારાદારો દ્વારા સખત રીતે નિયંત્રિત થાય છે, અને તાજેતરના દાયકાઓમાં, ઇજારદારોને ઘણો ફાયદો થયો છે. સમયને ધ્યાનમાં રાખીને, ભારત સરકારે ત્રણ કાયદા રજૂ કર્યા છે, જે વેપારીઓ અને મોટા ઉદ્યોગોને કૃષિ બજારોનું નિયમનકારી નિયંત્રણ સોંપવા માટે સાધનસામગ્રીની રજૂઆત સિવાય કંઈ નથી. એક છે કૃષિ કરારનો કાયદો, બીજો કાયદો, કૃષિ પેદાશ વેપાર અને વાણિજ્ય (પ્રમોશન અને સુવિધા) અધિનિયમ, ૨૦૨૦. જ્યારે સરકાર વેપારીઓ સાથે વાટાઘાટો કરવાની “સ્વતંત્રતા”ની વાત કહે છે, ત્યારે તે સમજવું અગત્યનું છે કે સામાન્ય ભારતીય ખેડૂત મોટા ઉદ્યોગો સાથે વાટાઘાટ કરવાની ક્ષમતા ધરાવે છે કે કેમ અને તેમને તેમના ઉત્પાદનો માટે સારું વળતર મળશે કે નહીં. કરાર ફાર્મિંગ એક્ટમાં ઘણી જોગવાઈઓ છે જેમાં વ્યવસાયોને ખાનગી ધોરણો રજૂ કરવાની મંજૂરી મળે છે જે ઘણી વખત મનસ્વી હોય છે અને તેનો ઉપયોગ ખેડૂતો પર અન્યાયી શરતો લાદવા માટે થઈ શકે છે. સૌથી ખરાબ વાત એ છે કે, કરાર ખેતી અધિનિયમમાં એટલી બધી શરતો છે કે કોઈપણ શરતચૂક ખેડૂતોને પેદાશો વેચવામાં અસમર્થ કરશે અને તળિયાના ભાવે પેદાશો વેચવા મજબૂર કરશે. ખેડૂતોને તેમની આવક બમણી કરવામાં મદદ કરવાની વાત કરનારી આ સરકાર, મોટા પ્રમાણમાં અન્યાયી શરતોનો ઉપયોગ કરીને મોટા ઉદ્યોગો દ્વારા તેમનું શોષણ વધારી શકે છે.
સ્જીઁનો મુદ્દો
કાયદાઓમાં ન્યુનત્તમ ટેકાના ભાવ (સ્જીઁ)ના ઉલ્લેખની ગેરહાજરીને જાહેર ખરીદી સિસ્ટમમાંથી સરકારનું શાંત રીતે ખસી જવું માનવું જોઈએ. દેખીતું છે કે જો સરકાર સ્જીઁ આપ્યા વગર અનાજની ખરીદી કરવાનું બંધ કરશે તો જાહેર વિતરણ વ્યવસ્થા (ઁડ્ઢજી) પડી ભાંગશે. ત્રણ દાયકા પહેલા આર્થિક ઉદારીકરણ નીતિઓ શરૂ કર્યા પછી ભારતે વિશ્વ વેપાર સંગઠનમાં સતત રજૂઆત કરી હતી કે તેની કૃષિ નીતિઓ ખોરાકની સલામતી સુનિશ્ચિત કરવા અને માર્કેટ બળોની અનિશ્ચિતતાથી ખેડૂતોને બચાવવા માટે બનાવવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય બજારોમાં વેપાર કરવામાં આવતા ભારે સબસિડીવાળા ઉત્પાદનોથી તેની કૃષિને બચાવવા માટે ભારત ઊંચા આયાત દરો લાદવાને યોગ્ય ઠેરવી શકતું હતું. આ કાયદાઓ લાગુ કર્યા પછી શું હવે સરકાર કૃષિને બચાવવા માટે તેના નૈતિક ઉચ્ચ સ્થાનને ન્યાયી ઠેરવી શકશે, જ્યારે તે દેશને કૃષિ નિકાસનું કેન્દ્ર બનાવવા માંગે છે ?
– બિસ્વજિત ધર (સૌ. : ધ વાયર.ઈન)