(એજન્સી) તા.૨૫
હું તેને ભારતમાં કૃષિ ક્ષેત્ર માટે ૧૯૯૧ની ક્ષણ તરીકે જોઉ છું અને તેને અપનાવી લેવું જોેઇએ અને વિરોધ કરવો જોઇએ નહીં એવું કેટલીક એગ્રી બિઝનેસ કંપનીના રણનીતિ સલાહકાર અને ફર્ટીલાઇઝર કંપની કોરોમાન્ડેલ ઇન્ટરનેશનલના પૂર્વ મેનેજીંગ ડાયરેક્ટર કપિલ નેહાને જણાવ્યું હતું.નેહાન તાજેતરમાં સંસદ દ્વારા પાસ કરવામાં આવેલ અને કાયદો બની ગયેલ ત્રણ અત્યંત ચર્ચાસ્પદ કૃષિ વિધેયકોના સંદર્ભમાં વાત કરી રહ્યાં હતાં. કોર્પોરેટ જગતના મોટા ભાગના લોકો આ મત સાથે સૂર પુરાવે છે અને તેઓ વિધેયકોને પરિવર્તનશીલ તરીકે ગણાવે છે. પરંતુ આવતી કાલથી ખાસ કરીને સાવ ઓછી જમીન ધરાવતાં ખેડૂતો માટે તેમના જીવનમાં કોઇ મોટો ફેરફાર આવવાનો નથી. આથી એગ્રી બિઝનેસ સેક્ટરમાં ઘણા માટે આ વિધેયકો એ ખુશ ખબર છે અને તેઓ ઇચ્છે છે કે આપણે પણ તેમની વાત માની લઇએ. એગ્રી બિઝનેસના વડા એસ શિવકુમાર જણાવે છે કે આ વિધેયકોને સરકારે તાજેતરમાં લીધેલા અન્ય પગલા સાથે જોવા જોઇએ. તેમણે જણાવ્યું હતું કે ફાર્મર્સ પ્રોડ્યુસ ટ્રેડ એન્ડ કોમર્સ (પ્રમોશન એન્ડ ફેસિલિટેશન) બિલ ખેડૂતોને એપીએમસીને બાયપાસ કરીને દુરોગામી ધોરણે ઔપચારીક સેક્ટર સાથે સીધી રીતે સાંકળશે. એ જ રીતે એગ્રીમેન્ટ ઓન પ્રાઇસ અસ્યોરન્સ બિલ ખેડૂતોની ખરીદશક્તિ સુદ્રઢ કરશે જ્યારે ધી એસેન્શિયલ કોમોડિટીઝ અમેન્ડમેન્ટ બિલ ખેડૂતો પર લટકતી તલવાર દૂર કરે છે અને અન્ય બે વિધેયકો અમલી બને તે સુનિશ્ચિત કરશે. તેમના જણાવ્યા અનુસાર આ બિલને અલગતાથી નહીં પરંતુ સરકાર દ્વારા જાહેર સહાયક પગલાઓ સાથે વંચાણમાં લેવા જોઇએ. તેના કારણે પીએમ કિસાન યોજનાના ડાયરેક્ટ બેનિફીટ ટ્રાન્સફર ખેડૂતોને યોગ્ય ઇનપુટમાં યોગ્ય રકમ લગાવવા મદદ કરશે. આમ કોર્પોરેટ જગતે આ વિધેયકોની સરાહના કરી છે, પરંતુ ખરેખર તેના લાભ નાના ખેડૂત સુધી પહાેંચે છે કે કેમ તે જોવું પડશે.