અમદાવાદ, તા.૨૪
અમદાવાદ શહેરમાં એક મહિલાએ આત્મહત્યા કરી હતી જ્યારે એક વ્યક્તિનું અકસ્માતમાં મોત થયું હતું જેમાં કૃષ્ણનગર અને જીઆઈડીસી વટવામાં આત્મહત્યા કરીને જીવન ટૂંકાવ્યું છે. ઠક્કરનગરમાં રહેતા ટીનાબહેન બચુભાઈ પટણીએ ૨૩/૬/૨૦૨૦ સાંજના સુમારે પોતાને ઘરે લાકડાની વળી સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. કયા કારણસર આત્મહત્યા કરી તેની તપાસ હાલમાં કૃષ્ણનગર પોલીસ ચલાવી રહી છે. બીજીબાજુ અમરાઈવાડીમાં રહેતા અમિતભાઈ કાન્તીભાઈ પટેલ (ઉ.વ.૪૯)એ આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. જીઆઈડીસી વટવા પોલીસની તપાસમાં બહાર આવ્યું હતું કે, અમિતભાઈની પત્ની રિસાઈને પિયર ગઈ હતી અને અમિતભાઈને કોઈ સંતાન ન હોવાના કારણે માનસીક તકલીફના લીધે ૨૩/૬/૨૦૨૦ના રોજ ઘોડાસર પુનીતનગર ક્રોસિંગ નજીક ટ્રેનની અડફેટે આવતા ગંભીર ઈજાઓ થઈ હતી જેના કારણે તેમનું મૃત્યુ થયું હતું.