(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૨
જમ્મુના કઠુઆમાં આઠ વર્ષની આસિફા પર દુષ્કર્મ અને હત્યાની ઘટનાથી સમગ્ર દેેશમાં હાહાકાર મચી ગયો છે. ત્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આઠ વર્ષની આસિફાના ગુનેગારો માટે મોતની સજાની માગણી કરતા કહ્યું હતું કે, તેમના માટે મોતની સજાથી ઓછું કાંઇ ન હોવું જોઇએ. એ કમનસીબ બાબત છે કે, પીડિતા ફક્ત મુસ્લિમ હોવાને કારણે કેટલાક હિંદુવાદી જૂથો આરોપીઓનું સમર્થન કરી રહ્યા છે. પણ તમે જ યુપીમાં એક હિંદુ યુવતી પર દુષ્કર્મ ગુજાર્યો છે. તમે હિંદુ યુવતીના પિતાને મારી નાખ્યો છે. તમારી ભૂખ સંતોષવા માટે તમે કોઇને ઓછું ન આંકી શકો, પછી તે મુસ્લિમ હોય કે પછી હિંદુ. આ પહેલા જમ્મુ-કાશ્મીરની ક્રાઇમ બ્રાન્ચ પોલીસ અધિકારીઓએ આસિફા દુષ્કર્મ અને હત્યા કેસમાં ચાર્જશીટ દાખલ કરતા કેટલાક વકીલોએ વિરોધ કર્યો હતો.