(એજન્સી) નવી દિલ્હી, તા.૧૯
માનહાનિ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે શિરોમણિ અકાલી દળના મહાસચિવ તેમજ પંજાબના પૂર્વ કેબિનેટ મંત્રી વિક્રમસિંહ મજીઠિયાની માફી માંગ્યા બાદ હવે આમ આદમી પાર્ટીના સંયોજકે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલ પાસે પણ માફી માંગી છે. અહેવાલ મુજબ કેજરીવાલે ગડકરીને પત્ર લખી દુઃખ વ્યક્ત કર્યું અને કેસ બંધ કરવા આગ્રહ કર્યો છે. ત્યારબાદ બંને નેતાઓએ પરસ્પરની સંમતિથી કેસ બંધ કરવા કોર્ટમાં અરજી દાખલ કરી છે. ઉલ્લેખનીય છે કે, કેજરીવાલે ભારતના સૌથી વધુ ભ્રષ્ટ લોકોની યાદીમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી પણ સામેલ હોવાનું જણાવ્યું હતું. આ નિવેદનથી નારાજ ગડકરીએ કેજરીવાલ પર માનહાનિનો કેસ કર્યો હતો. ત્યારબાદ કેજરીવાલે ગડકરી પાસે લેખિતમાં માફી માંગી હતી. સીએમએ ગડકરીને લખેલા પત્રમાં જણાવ્યું કે, મારે તમારે સાથે અંગત કોઈ વેર નથી. આપણે બંને રાજનીતિમાં છીએ. ચકાસણી કર્યા જે નિવેદન આપ્યું તેનાથી તમને દુઃખ પહોંચ્યું અને જેથી તમે મારી વિરૂદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો. પૂર્વમાં આપેલ નિવેદન અંગે માફી માંગી લીધી છે આ મામલાને ભૂલી જવા માંગે છે અને કોર્ટની કાર્યવાહી બંધ થાય તેમ ઈચ્છે છે.
દિલ્હીના મુખ્યમંત્રીએ કપિલ સિબ્બલ અને તેમના પુત્રની પણ માફી માંગી લીધી છે. કેજરીવાલે કહ્યું કે, તેઓ કોઈપણ પ્રકારના વાંધાજનક નિવેદનથી ઈચ્છુક છે.
સૂત્રો મુજબ દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ વિરૂદ્ધ જાનહાનિના ૩૩ કેસ દાખલ કરવામાં આવ્યા છે જેમાં ૩ બદનક્ષીના કેસમાં કેજરીવાલે કોર્ટની બહાર પરસ્પર સમજૂતીથી માફી માંગી લીધી છે. કેજરીવાલના માફી નામાને નાણામંત્રી અરૂણ જેટલીના મોટા પડકારનો સામનો કરવો પડી શકે છે. કેજરીવાલે જેટલીના દિલ્હીના ક્રિકેટ બોર્ડ ડ્ઢડ્ઢઝ્રછના અધ્યક્ષ ૫ર ભ્રષ્ટાચાર આચરાયા હોવાનો આક્ષેપ કર્યો હતો.