(એજન્સી) નવી દિલ્હી, તા.૯
કોઈ વ્યક્તિ અસાધ્ય રોગથી પીડાતો હોય અને એ મૃત્યુની અણીએ લાઈફ સપોર્ટના સાધનો ઉપર આધાર રાખી રહ્યો હોય એ વ્યક્તિ જો મૃત્યુની સંમતી માંગે તો એના સંમતીને માન્ય રાખવું જોઈએ. આ પ્રકારનો અભિપ્રાય દર્શાવી સુપ્રીમકોર્ટે આજે મહત્ત્વપૂર્ણ ચુકાદો નિષ્ક્રિય ઈચ્છામૃત્યુ સંદર્ભે આપ્યો છે અને એવી વ્યક્તિની ઈચ્છા પૂર્ણ કરવા નિર્દેશો આપ્યા છે. પાંચ જજોની બેંચોએ ચુકાદો આપી જણાવ્યું છે કે, માનવોને સન્માનજનક મૃત્યુ મેળવવાનો અધિકાર હોવો જોઈએ.
આ મહત્ત્વપૂર્ણ ચુકાદાના ૧૦ મુદ્દાઓ
૧. જીવિત ઈચ્છા દ્વારા દર્દીને અપાયેલ લાઈફ સપોર્ટ સિસ્ટમ પાછા ખેંચવાની પરવાનગી આપી શકાશે. જે વ્યક્તિ અસાધ્ય રોગથી પીડાતો હોય જેના સાજા થવાને કોઈ સંકેતો નહીં હોય. દર્દી આના માટે અગાઉથી જ જણાવી શકશે જ્યારે એની સારવાર ચાલુ થવાની હોય અથવા થઈ રહી હોય.
ર. નિષ્ક્રિય ઈચ્છામૃત્યુ ત્યારે જ સંભવી શકશે જેમાં મેડિકલ સારવાર આપવાની ઈરાદાપૂર્વક પાછી ખેંચી લેવામાં આવશે જેમાં દર્દીનો ઉદ્દેશ્ય જ મૃત્યુ પામવાનો હોય.
૩. સુપ્રીમકોર્ટે કહ્યું કે અમે આના માટે દિશા નિર્દેશો જાહેર કરીએ છીએ જ્યાં સુધી સરકાર કાયદો ઘડે ત્યાં સુધી આ દિશા નિર્દેશોનો અમલ ચાલુ રાખશે.
૪. દિશા નિર્દેશોમાં જણાવાયું છે કે આ પ્રકારની સંમતી કોણ આપી શકશે એનો આમાં મેડિકલ બોર્ડની શું ભૂમિકા રહેશે જે કેસોમાં નિષ્ક્રિય ઈચ્છામૃત્યુની પરવાનગી આપવામાં આવેલ હોય.
પ. ઈચ્છામૃત્યુની સંમતિ કુટુંબનો સભ્ય અથવા દર્દીનો મિત્ર હાઈકોર્ટમાં રજૂઆત કરશે. એ પછી હાઈકોર્ટ મેડિકલ બોર્ડ પાસેથી અભિપ્રાય મેળવશે કે શું નિષ્ક્રિય ઈચ્છામૃત્યુની જરૂર છે.
૬. સીજેઆઈએ ચુકાદો વાંચી સંભળાવતા કહ્યું કે જો કે, અમારા ચારેય જજોના વિચારોમાં તફાવતો છે પણ બધા જજોએ સર્વસંમતિથી ઠરાવ્યું છે કે, જીવિત સંમતિની પરવાનગી આપવી જોઈએ કારણ કે કોઈ વ્યક્તિને લાંબાગાળા સુધી સહન કરવું ન જોઈએ. ખાસ કરીને એવા સંજોગોમાં જ્યારે એ પોતે મૃત્યુ ઈચ્છી રહ્યો હોય.
૭. નિષ્ક્રિય ઈચ્છામૃત્યુનો કેસ ભારતમાં જે પ્રખ્યાત હતો એ અરૂણા શાનબાગનો હતો જેમણે ૪ર વર્ષ સુધી નિષ્ક્રિય જીવન વિતાવ્યું હતું અને કોમામાં હતી. ૧૯૭૩માં બળાત્કાર પછી એની સ્થિતિ બગડી હતી. એમનું મૃત્યુ ર૦૧પના વર્ષમાં થયું હતું.
૮. સુપ્રીમકોર્ટે પહેલી વખત ર૦૧૧ના વર્ષમાં અરૂણાને નિષ્ક્રિય ઈચ્છામૃત્યુની પરવાનગી આપી હતી અને જણાવ્યું હતું કે, દર્દીના બધા જ લાઈફ સપોર્ટ સિસ્ટમો કાયદાકીય રીતે હટાવી લેવામાં આવે.
૯. સુપ્રીમકોર્ટે આજે એનજીઓ કોમન કોઝની અરજી ઉપર ચુકાદો આપ્યો હતો.
૧૦. ર૦૧૬ના વર્ષમાં સરકારે કહ્યું હતું કે, નિષ્ક્રિય ઈચ્છામૃત્યુની પરવાનગી અમુક શરતો સાથે આપવી જોઈએ અને એના માટે કાયદો પણ ઘડવો જોઈએ.