અમદાવાદ, તા.૧ર
લખનઉ ડિવિઝનના અકબરગંજ-સિંદૂરવા-નિહાલગઢ અને આધનપુર સ્ટેશનો વચ્ચે ડબલીંગ કામ માટે બ્લોક લેવાને કારણે તા.૧૩ ફેબ્રુઆરીની અમદાવાદથી ચાલતી ટ્રેન સંખ્યા ૧૯૪૦૩ અમદાવાદ-સુલતાનપુર એક્સપ્રેસ લખનઉ સુધી જ જશે અને લખનઉ-સુલતાનપુર વચ્ચે રદ રહેશે. પાછા ફરતી વખતે ૧૪ ફેબ્રુઆરીની ટ્રેન સંખ્યા ૧૯૪૦૪ સુલતાનપુર-અમદાવાદ અકસપ્રેસ લખનઉથી જ અમદાવાદ માટે દોડશે અને સુલતાનપુર-લખનઉ વચ્ચે રદ રહેશે.
જ્યારે પૂર્વીય મધ્ય રેલવેના દાનાપુર ડિવિઝનના મોકામા સ્ટેશન પર નોનઈન્ટરલોકિંગ કામ હોવાથી તા.૧૬ ફેબ્રુઆરીની ટ્રેન સંખ્યા ૧પ૬૩પ ઓખા-ગૌહાટી એક્સપ્રેસ અને ૧૭ ફેબ્રુઆરીની ૧પ૬૬૭ ગાંધીધામ-કામાખ્યા એક્સપ્રેસ તેના નિર્ધારિત માર્ગ પટના-મોકામાની જગ્યાએ દાનાપુર-પાટલીપુરત્ર-સોનપુ-રયાપુર પટૌરીના બદલાયેલ માર્ગથી જશે તેમજ તા.૧૩ ફેબ્રુઆરીની ટ્રેન સંખ્યા ૧૯૧૬૭ અમદાવાદ-વારાણસી સાબરતી એક્સપ્રેસને રિશેડ્યુુલ કરવામાં આવેલ છે. આ ટ્રેન આજે તેના નિર્ધારિત સમય ર૧.૦૦ વાગ્યાની જગ્યાએ ૩.૩પ કલાક મોડી તા. ૧૪ ફેબ્રુઆરીના રોજ રાત્રે ૦૦.૩પ વાગ્યે અમદાવાદથી ઉપડશે. આવતી લિંક ટ્રેન ૧૪ કલાક મોડી અમદાવાદ પહોંચવાને કારણે તેને રીશેડ્યુલડ કરવામાં આવેલ છે. જ્યારે ટ્રેન સંખ્યા ૧ર૯પ૭ અમદાવાદ-નવી દિલ્હી સ્વર્ણ જયંતિ રાજધાની એક્સપ્રેસ (આવતા છ મહિના સુધી) રર.૦૯ કલાકે ફાલના પહોંચીને રર.૧૦ કલાકે નવી દિલ્હી જવા માટે ઉપડશે. પાછા ફરતી વખતે ટ્રેન સંખ્યા ૧ર૯પ૮ નવી દિલ્હી -અમદાવાદ સ્વર્ણ જયંતિ રાજધાની એક્સપ્રેસ ૦૪.પર વાગ્યે ફાલના પહોંચીને ૦૪.પ૩ કલાકે અમદાવાદ જવા માટે ઉપડશે.ઉપર જણાવેલ રોકાણ પ્રાયોગિક રીતે આવતા છ મહિના માટે આપવામાં આવી રહેલ છે. એમ પશ્ચિમ રેલવે અમદાવાદના જનસંપર્ક અધિકારી પ્રદીપ શર્માએ એક યાદીમાં જણાવ્યું છે.