(એજન્સી) તા.ર૭
ઈઝરાયેલમાં સંસદ ભંગ થઈ ગઈ જેનાથી ર વર્ષની અંદર ચોથી વખત વચગાળાની ચૂંટણી થવા જઈ રહી છે. જાયોની સંસદ સભાપતિ યારિવ લેવિને સંસદ ભંગ કરવા અને સાથે જ આગામી વચગાળાની ચૂંટણીની તારીખની પણ જાહેરાત કરી દીધી છે. ઈઝરાયેલમાં આગામી સંસદીય ચૂંટણી ર૩ માર્ચ ર૦ર૧એ થશે. જાયોની સંસદના ભંગ થવાનું વાસ્તવિક કારણ સત્તાધારી લિકુડ પાર્ટી, જેના અધ્યક્ષ નેતાન્યાહુ છે અને જાયોની યુદ્ધ મંત્રી બેની ગેંટસની અધ્યક્ષતાવાળી બ્લ્યુ એન્ડ વાઈટ પાર્ટીની વચ્ચે બજેટ અંગે સન્મતી ન બની શકવું છે. ગેંટસે સોમવારે ટવીટર પર જણાવ્યું હતું કે નેતાન્યાહુ પોતાને જેલમાંથી બચાવવા માટે લોકોને ચૂંટણી તરફ ધકેલી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે નેતાન્યાહુ પાછલા ઘણા સમયથી ભ્રષ્ટાચારના ૪ કેસોનો સામનો કરી રહ્યા છે.