ગુરૂવારે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ તેમની પત્ની અને બાળકો સાથે જામા મસ્જિદની મુલાકાત લીધી હતી. તેમની સાથે કેનેડાના સંરક્ષણ મંત્રી હરજીત સજ્જન પણ હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે  કેનેડાના વડાપ્રધાન અને તેમનો પરિવાર ભારતના જે રાજ્યમાં જાય છે તેને અનુરૂપ વસ્ત્રો પરિધાન કરે છે. તેઓ દિલ્હીની પ્રખ્યાત જામા મસ્જિદ ગયા ત્યારે સમગ્ર પરિવારે મુસ્લિમ સંસ્કૃતિને અનુરૂપ વસ્ત્રો ધારણ કર્યા હતા. જે પ્રસ્તુત તસવીરમાં જોઈ શકાય છે.