(એજન્સી) ટોરેન્ટો, તા.ર૪
કેનેડા યુનિ.ની ખ્રિસ્તી વિદ્યાર્થિનીએ ઈસ્લામ ધર્મના પાયાના મૂલ્યોથી પ્રભાવિત થઈને ઈસ્લામ ધર્મ અંગિકાર કરી લીધો છે. સૂત્રો, મુજબ ઈસ્લામ ધર્મમાં હઝરત ઈસા (અ.સ.)ના સ્થાન સંબંધિત વિશ્વાસ અંગેની જાણકારીથી પ્રભાવિત થઈ હતી. અહેવાલ મુજબ સઉદીના વિદ્યાર્થી મોહમ્મદ અલ-સેટેબીએ કહ્યું કે, આ ખ્રિસ્તી યુવતી કેનેડિયન યુનિ.માં તેમની સહાધ્યાયી હતી. ઈસ્લામ ધર્મ અંગે તે હંમેશાં સવાલો પૂછતી હતી. જ્યારે તેને ઈસ્લામ ધર્મમાં જવાબદારીઓને પૂરી કરવાના અનુશાસન અને સમયબદ્ધતા અંગે જાણીને તે ખૂબ જ પ્રભાવિત થઈ હતી. તે ઈસ્લામ ધર્મમાં માનવ અધિકારો અને અન્ય પાસાઓ અંગે માહિતી મેળવતી રહેતી. અહેવાલ અનુસાર ખ્રિસ્તી યુવતી હઝરત ઈસા(અ.સ.) વિશે ઈસ્લામિક વિશ્વસનીય માન્યતા સંબંધિત કેટલાક પ્રશ્નો પૂછતી હતી. તેને જણાવવામાં આવ્યું કે મુસ્લિમ લોકો ઈસા (અ.સ.)ને અલ્લાહ તઆલાના પયગમ્બરના રૂપમાં જુઅ છે. જ્યારે ખ્રિસ્તી ધર્મમાં તેમને ઈસુ નામથી પરમેશ્વરના પુત્ર તરીકે માને છે. એના આઠ માસ બાદ જ ખ્રિસ્તી યુવતીએ ઈસ્લામ ધર્મ અંગિકાર કર્યો. તે ઈસ્લામ ધર્મની સચ્ચાઈ સાથે સહમત છે.