અમદાવાદ, તા.૬
કાલે શુક્રવારે કેન્દ્ર સરકાર દ્વારા પાર્લામેન્ટમાં વર્ષ ૨૦૧૯-૨૦ માટે પૂર્ણ બજેટ નાણાં મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરવામાં આવ્યું છે. આ બજેટમાં લઘુમતી કાર્યમંત્રાલયનું બજેટ ઘટાવી દેવામાં આવ્યું છે. પાછલા વર્ષ ૨૦૧૮-૧૯નું બજેટ ૪૭૦૦ કરોડ હતું. જયારે આ વર્ષ ૨૦૧૯-૨૦ માટે ૪૭૦૦ કરોડ રૂપિયા પ્રસ્તાવિત કરવામાં આવ્યું છે. ગયા વર્ષની તુલનામાં લઘુમતીઓના કલ્યાણ ક્ષેત્રએ રૂા.૨૫૦૮.૭૮ કરોડ હતા, જે આ વર્ષે ૨૪૫૨.૫૫ કરોડ છે, જે ૫૬.૨૩ કરોડ રૂપિયા ઘટાડ્યું છે. સામાજિક સલામતી અને કલ્યાણમાં ૪૯૪.૭૯ કરોડ હતા, જ્યારે આ વર્ષે ૪૯૧.૫૬ કરોડ મુકયું છે જેમાં પણ ૩.૨૩ કરોડની ઘટ છે. જ્યારે કેન્દ્રના કુલ બજેટમાં ૧૩૩૨૦૦ કરોડનો વધારો થયો છે. આ બતાવે છે કે સરકારે જ્યાં રકમ વધારવી જોઈએ તેમાં ઘટાડો થયો છે. લઘુમતી બાબતોના મંત્રાલયના બજેટમાં કોઈ વધારો થયો નથી. તે બતાવે છે કે લઘુમતી સમાજ સાથે ભેદભાવ કરે છે. સરકાર લઘુમતી સમાજને વિકાસના માર્ગમાં વિકાસ કરવા માંગતી નથી.
લોકસભાની ચૂંટણી જીત્યા પછી વડાપ્રધાને લઘુમતીની શિષ્યવૃત્તિ વિશે મોટી મોટી વાતો કરી હતી. એવું લાગે છે કે “સબ કા સાથ સબ કા વિકાસ સબ કા વિશ્વાસ”નો નારો ફક્ત એક ખોટો વાયદો છે. માયનોરીટી કો ઓર્ડીનેશન કમિટી (સ્ઝ્રઝ્ર)આ બજેટને ભેદભાવ પૂર્ણ માને છે અને માંગ કરે છે કે જનસંખ્યાના પ્રમાણમાં ઓછામાં ઓછું ૧૦% બજેટ ફાળવવામાં આવે એમ માયનોરીટી કો-ઓર્ડિનેશન કમિટીના મુજાહિદ નફીસે જણાવ્યું છે.