અમદાવાદ, તા.૨૦
ભારતના ગૃહમંત્રી અમિત શાહ આગામી ૨૮-૨૯ ઓગસ્ટના રોજ અમિત શાહ ગુજરાત આવશે. બે દિવસીય મુલાકાતમાં તે અનેક કાર્યક્રમોમાં ભાગ લેશે. તો સંગઠનની બેઠકો પણ કરશે. તો આગામી સપ્ટેમ્બર મહિનામાં તે સંઘપ્રદેશ દાદરાનગર હવેલીની પણ મુલાકાત લેશે. અમિત શાહ ૨૮ અને ૨૯ ઓગસ્ટે અમદાવાદની મુલાકાત લેવાના છે. આ દરમિયાન તેઓ ઁડ્ઢઁેંના કાર્યક્રમમાં પણ હાજરી આપશે. સરકાર અને સંગઠનના પદાધિકારીઓ સાથે પણ બેઠક પણ કરશે. આ બેઠકમાં સંગઠન સંરચનાને લઇને પણ ચર્ચા થઇ શકે છે. આ ઉપરાંત મંત્રી મંડળ વિસ્તરણને લઇને પણ અમિત શાહ સાથે ચર્ચા થઇ શકે છે. દાદરાનગર હવેલીમાં અમિત શાહના પ્રવાસને લઇને નાનકડા સંઘ પ્રદેશમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. અમિત શાહના આગમનને લઈ પ્રદેશના પાટનગર સેલવાસમાં મહત્ત્વની બેઠક મળી હતી. દાદરાનગર હવેલીની મુલાકાત દરમિયાન અમિત શાહ કેન્દ્ર સરકારના અનેક વિકાસ કાર્યોના લોકાર્પણ અને ભૂમિપૂજન કરશે.