(એજન્સી) નવી દિલ્હી, તા.ર૯
પ્રજાસત્તાક દિવસે થયેલી હિંસા દરમ્યાન લાલ કિલ્લાના મીનારમાંથી અમૂલ્ય કળશ ગાયબ થવાનો મામલો સામે આવ્યો છે. કેન્દ્રીય પર્યટન તેમજ સંસ્કૃતિ મંત્રી પ્રહલાદસિંહ પટેલે આ વાતની માહિતી આપી. પટેલે દિલ્હી પોલીસને શોધવાના નિર્દેશ આપ્યા છે. મંત્રીએ આશા વ્યક્ત કરી છે કે પોલીસ જલ્દી અવશેષોને જપ્ત કરશે. કળશ લાલ કિલ્લાના નિર્માણ સમયનો બતાવવામાં આવે છે. તેમણે જણાવ્યું કે ધ્વજ ફરકાવવાના સ્થળ પાસે સ્થાપિત કરવામાં આવેલા બે ઐતિહાસિક પીતળના કળશ ગાયબ છે. કિલ્લાના મુખ્ય બારણાને પણ નુકસાન થયું છે. પટેલે જણાવ્યું કે નુકસાન પામેલ કલાકૃતિઓ ખૂબ જ અમૂલ્ય હતી. કેટલા પણ પૈસા ખર્ચીને તેની ભરપાઈ શકય નથી. તેમણે જણાવ્યું કે લાલ કિલ્લાની બહાર લાઈટના જેટલા પણ ઈન્સ્ટ્રુમેન્ટ હતા તેને તોડી નાખવામાં આવ્યા છે. પ્રથમ માળે ઈન્ટરપ્રિટેશન સેન્ટર બની રહ્યું હતું જેને ૬-૭ બ્લોકસને નષ્ટ કરી દેવામાં આવ્યા છે. કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રી પ્રહલાદ પટેલે જણાવ્યું કે હિંસાના કારણે થયેલા નુકસાનનો રિપોર્ટ ગૃહ મંત્રાલય અને ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણને સોંપવામાં આવ્યો છે અને આ વિશે એફઆઈઆર નોંધવામાં આવશે. જો કે તેમાં જે મોટા નુકસાન થયા છે તેમાં ત્યાંના ગેટ, સંપૂર્ણ પરિસરની લાઈટ સિસ્ટમ, પ્રથમ તળિયે નિર્માણ હેઠળ વ્યાખ્યા સેન્ટર ઉપરાંત ટિકિટ કાઉન્ટર વગેરે સામેલ છે.