(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૨
દેશની સાંપ્રત ઘટનાઓ અને કેન્દ્રની મોદી સરકારની વિરૂદ્ધમાં જાહેરમાં બોલનાર અભિનેતામાંથી ડિરેક્ટર બનેલા પ્રકાશ રાજે કેન્દ્રીય મંત્રી સત્યપાલ સિંહની ડાર્વિન ટીપ્પણી પર પ્રકાશ રાજનો સણસણતો જવાબ આપ્યો છે. પ્રકાશ રાજે કહ્યું કે આપણા એક મંત્રી કહી રહ્યાં છે કે આપણા પૂર્વજો વાનરમાંથી નથી ઉતરી આવ્યાં. પરંતુ ડીયર સર, પરંતુ શું તમે ઈન્કાર કરો છો કે આપણે વળતી બાજુએ જઈ રહ્યાં છીએ. કે ભૂતકાળને ખોદીને વાનરમાંથી માણસ બન્યો છે અને તમે આપણને પથ્થરયુગમાં પરત લઈ જઈ રહ્યાં છો. પ્રકાશે રાજે કહ્યું કે આપણે માણસનું વાનરમાં રૂપાંતરત જોઈ રહ્યાં છીએ પરંતુ એવા પણ કેટલાક છે કે જેઓ માનવતાને પથ્થરયુગમાં પરત લઈ જઈ રહ્યાં છે. કેન્દ્રીય મંત્રી સત્યપાલ સિંહ એવી ટીપ્પણી કરી હતી કે ડાર્વિનની ઉત્ક્રાંતિવાદની થીયરી પર વિશ્વભરમાં સંદેહ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. ડાર્વિનની આ થીયરી એક ભ્રમણા છે. તેમણે કહ્યું હતું કે હું આધાર-પુરાવા વગર કોઈ ટીપ્પણી કરતો નથી. હું વિજ્ઞાનનો માણસ છું, હું આર્ટના ક્ષેત્રમાંથી આવતો નથી. મેં દિલ્હી યુનિવર્સિટીમાંથી કેમિસ્ટ્રીની ડીગ્રી હાંસલ કરી છે. વાનરમાંથી મનુષ્યોનું અસ્તિત્વ બન્યું હોવાનો કોઈ પુરાવા નથી. આપણા પૂર્વજોએ ક્યારેય પણ એ વાતનો ઉલ્લેખ કર્યો નથી કે તેમણે વાનરમાંથી મનુષ્યો થતાં જોયા હતા. વાનરમાંથી કોઈ મનુષ્ય બન્યો હોય તેવું કોઈએ કહ્યું પણ નથી કે લખ્યું પણ નથી.સત્યપાલ સિંહે એવું પણ કહ્યું હતું કે ડાર્વિનની થીયરી વૈજ્ઞાનિક રીતે ખોટી સાબિત થયેલી છે. શાળા અને કોલેજના અભ્યાસક્રમમાં આ બદલી નાખવાની જરૂર છે. પૃથ્વી પર જ્યારથી માણસને જોવામાં આવ્યો છે ત્યારથી તે માણસ જ રહ્યો છે.