(એજન્સી) નવી દિલ્હી, તા.૧૦
કેન્દ્રીય શાળાઓમાં પ્રાર્થના દ્વારા ખાસ ધર્મને પ્રોત્સાહન આપવામાં આવે છે જે ના આપવું જોઈએ. આ પ્રકારની માગણી સાથે સુપ્રીમ કોર્ટમાં જાહેર હિત અરજી કરાતા સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ મોકલાવી ચાર અઠવાડિયામાં જવાબ રજૂ કરવા જણાવ્યું છે. સુપ્રીમ કોર્ટના આ પ્રકારના વલણના લીધે આ મુદ્દે સોશિયલ મીડિયા ઉપર પણ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. લોકો કહી રહ્યા છે કે આ પ્રકારની પ્રાર્થના કોઈ નવી વાત નથી એ બહુ પહેલાથી ચાલી આવી છે. આ મુદ્દો વિવાદો કરવા અર્થહીન છે. જો કે અરજી દાખલ કરનાર વકીલ વિનાયક શાહનું કહેવું છે કે સરકારી શાળાઓમાં એવી પ્રાર્થના ના થવી જોઈએ જેનાથી કોઈ ચોક્કસ ધર્મ (હિન્દુત્વ)ને પ્રોત્સાહન મળી રહ્યું હોય. અરજદારે આક્ષેપો મૂકતા કોર્ટ સમક્ષ રજૂઆત કરી કે કેન્દ્રીય શાળાઓમાં હિન્દુત્વનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે. આ શાળાઓ સરકારી છે. એ માટે આ પ્રકારની પરવાનગી ના આપી શકાય. વકીલે પોતાના દાવાના સમર્થનમાં કહ્યું કે બંધારણના અનુચ્છેદ રપ અને ર૮ મુજબ સરકારી ભંડોળથી ચાલતી શાળાઓમાં કોઈ ખાસ ધર્મને પ્રોત્સાહન મળે એવી કોઈ પ્રવૃત્તિ કરી શકાય નહીં. જાહેર હિત અરજી દાખલ કરી સુપ્રીમ કોર્ટે નોટિસ જારી કરતા કહ્યું કે આ મામલો બંધારણીય છે જેના માટે કોર્ટ વિચારણા કરશે કે શું દેશની બધી શાળાઓમાં જે હિન્દીમાં પ્રાર્થના થાય છે એનાથી કોઈ ધર્મને પ્રોત્સાહન મળે છે કે કેમ ? શું સંબંધિત પ્રાર્થના બંધારણીય મૂલ્યો વિરૂધ્ધ છે. આ મુદ્દે ટિ્‌વટરનો ઉપયોગ કરનારાઓએ પોતાની ટિપ્પણી શરૂ કરી છે. આમચી મુંંબઈ ટિ્‌વટર હેન્ડલ યુઝરે કહ્યું “હું કેન્દ્રીય શાળામાં ભણ્યો છું. અરજી કરનાર વ્યક્તિએ જાણવું જોઈએ કે ૧૯૮૦ના વર્ષથી કેન્દ્રીય વિદ્યાલયમાં સંસ્કૃતમાં પ્રાર્થના થાય છે. જેથી આકસ્મિક જાગવાનો શું અર્થ છે ? અન્ય એક ટિ્‌વટર યુઝર મોહમ્મદ બિલાલ ભટ્ટે લખ્યું ‘‘વાત તો છે.”